આજના સમાચાર: કલકત્તા પંડાલ દુર્ઘટના બાદ શહેરમાં કલમ 163 લાગુ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


At this time Information: પશ્ચિમ બંગાળના કલકત્તામાં ચોરબાગાના દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગથી 18 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, કોલકાતા પોલીસ કમિશનર અજય નંદાએ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી બોબજાર વિસ્તારના કેટલાક ભાગોમાં BNSSની કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે.

આ આદેશમાં પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા, લાકડીઓ અથવા ખતરનાક શસ્ત્રો લઈ જવા અને જાહેર શાંતિ કે સંવાદિતાને ખલેલ પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વનું ઉદઘાટન 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વનું ઉદઘાટન કર્યું છે. ઉલ્લેખનિય છે કે, ભારતના સ્વતંત્રતા સેનાની સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના અવસરે 31 ઓક્ટોબરના રોજ કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત એકતા પ્રકાશ પર્વથી થઇ છે.

  • Oct 18, 2026 11:21 IST

    કલકત્તા પંડાલ દુર્ઘટનામાં 7 લોકોની ધરપકડ, CM શુવેન્દુ અને અમિત શાહે ઘાયલોની મુલાકાત લીધી

    કલકત્તાના ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે નાસભાગ થતા 19 લોકોના મોત થયા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇમરજન્સીની સ્થિતિમાં પહોંચેલી બચાવ ટીમ અને અધિકારીઓએ જણાવ્યું કે, ચોરબાગાન પૂજા પંડાલમાં થયેલી એક ઘોષણાના કારણે નાસભાગ મચી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઘાયલોની મુલાકાત લઇ ખબરઅંતર પુછ્યા હતા.

  • Oct 18, 2026 09:25 IST

    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વનું ઉદઘાટન 

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વનું ઉદઘાટન કર્યું છે. ઉલ્લેખનિય છે કે, ભારતના સ્વતંત્રતા સેનાની સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના અવસરે 31 ઓક્ટોબરના રોજ કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત એકતા પ્રકાશ પર્વથી થઇ છે.

  • Oct 18, 2026 09:18 IST

    કલકત્તાના ઘણા વિસ્તારોમાં કલમ 163 લાગુ, 5 લોકોના ભેગા થવા પર પ્રતિબંધ

    પશ્ચિમ બંગાળના કલકત્તામાં ચોરબાગાના દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગથી 18 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, કોલકાતા પોલીસ કમિશનર અજય નંદાએ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી બોબજાર વિસ્તારના કેટલાક ભાગોમાં BNSSની કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. આ આદેશમાં પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા, લાકડીઓ અથવા ખતરનાક શસ્ત્રો લઈ જવા અને જાહેર શાંતિ કે સંવાદિતાને ખલેલ પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *