India Information : યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા પર પ્રતિબંધ મૂકવાનું બિલ પસાર કર્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયે આ સંદર્ભે એક નિવેદન બહાર પાડ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “ભારત તેના નાગરિકો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ”
100 ટકા ટેરિફ લાદવાનો અધિકાર
‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ 2026’ બિલ અમેરિકન રાષ્ટ્રપતિને રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફ લાદવાની સત્તા આપે છે. તેમા ભારત અને ચીન જેવા દેશોનો સમાવેશ થાય છે જે રશિયા પાસેથી મોટા પાયે તેલ અને ગેસ ખરીદે છે.
ભારત ઊર્જા સુરક્ષાની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે – મંત્રાલય
વિદેશ મંત્રાલયે કહ્યું કે, “ભૂતકાળમાં ઘણી વખત કહેવામાં આવ્યું છે તેમ, ભારત તેની 1.4 અબજ વસ્તી માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તે વિવિધ સ્ત્રોતોમાંથી ઓઇલ ગેસની ખરીદી અને બદલાતી બજારની પરિસ્થિતિઓના આધારે આમ કરવાનું ચાલુ રાખશે. તાજેતરના મહિનાઓમાં યુએસ અધિકારીઓ સાથે આ મુદ્દે ઉચ્ચ સ્તરે ચર્ચા કરવામાં આવી છે. ભારતીય પક્ષ માત્ર દ્વિપક્ષીય સંબંધો વિશે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર પર તેની સંભવિત અસર વિશે પણ ખૂબ જ સ્પષ્ટ છે. ”
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય પક્ષે પોતાના વેપાર અને આર્થિક હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાનો સંકલ્પ સ્પષ્ટ કર્યો છે. આ ઘટનાની અસરને ઘટાડવા માટે સરકાર ભારતીય વેપાર અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે મળીને કામ કરશે. ”
વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે આ મામલે આગામી ઘટનાક્રમ પર નજીક થી નજર રાખી રહ્યું છે.
તુષ્ટિકરણ ક્યારેય સફળ થયું નથી અને ક્યારેય થશે નહીં: કોંગ્રેસ
અમેરિકાની સંસદમં આ બિલ પસાર થયા બાદ કોંગ્રેસે મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, તુષ્ટિકરણ ક્યારેય સફળ થયું નથી અને ક્યારેય થશે નહીં. તેમણે અગાઉ આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે ભારતના હિત સાથે સમાધાન કરી રહ્યા છે.
રશિયા પાસેથી ઓઇલ ખરીદવું ભારતને ભાર પડશે! ડોનાલ્ડ ટ્રમ્પને 100 ટકા ટેરિફ લાદવાની સત્તા મળી
અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા પર પ્રતિબંધો લાદવાના બિલને સેનેટમાંથી મંજૂરી મળી ગઇ છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પના તેના પર હસ્તાક્ષર કર્યા પછી તે કાયદો બનશે. આથી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ગેસ ખરીદવું ભારત માટે મુશ્કેલ બનશે. વાંચો સંપૂર્ણ અહેવાલ.
