અભિષેક શર્માની તોફાની બેટિંગ, 91 બોલમાં 25 સિક્સર અને 15 ફોર સાથે ફટકાર્યા 233 રન

અભિષેક શર્માની તોફાની બેટિંગ, 91 બોલમાં 25 સિક્સર અને 15 ફોર સાથે ફટકાર્યા 233 રન

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


ભારતીય ઓપનર અભિષેક શર્માએ સ્થાનિક મેચમાં બોલરો સામે બેવડી સદી ફટકારીને શાનદાર બેટિંગ કરી છે. તાજેતરમાં ભારત માટે ટી-20 ફોર્મેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કર્યા પછી ડાબોડી બેટ્સમેન તરન તારન મેઈન સિનિયર સામે એક દિવસીય ડિસ્ટ્રિક્ટ મેચમાં 233 રનની ધમાકેદાર ઇનિંગ રમીને પોતાનો ક્લાસ દેખાડ્યો છ. અભિષેકની ઇનિંગથી પ્રેરિત તેની ટીમ અમૃતસે 50 ઓવરમાં 8 વિકેટે 533 રનનો જંગી સ્કોર બનાવ્યા છે.

અભિષેક શર્માએ 91 બોલમાં 233 રન બનાવ્યા

અભિષેક શર્માએ તરન તારન મેઈન સિનિયર સામે એક સનસનાટીભર્યા ઇનિંગ રમી, માત્ર 91 બોલમાં 233 રન બનાવ્યા હતા. તેના ઇનિંગમાં 25 છગ્ગા અને 15 ચોગ્ગાનો સમાવેશ થાય છે એટલે કે તેણે ફક્ત બાઉન્ડ્રી વડે તેના 233 રનમાંથી 210 રન બનાવ્યા હતા. તેણે મેચ દરમિયાન કોઈ વિરોધી બોલરને છોડ્યો નહીં. અભિષેકે અભય ચૌધરી સાથે ઇનિંગની શરૂઆત કરી, જેમણે 85 બોલમાં 2 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકારીને 93 રન બનાવ્યા હતા.

અભિષેકે બેવડી સદી ફટકારી અને અભયે અડધી સદી ફટકારી હતી તો અભિનવ શર્માએ પણ આક્રમક ઇનિંગ રમી, 33 બોલમાં 3 સિક્સર અને 3 ચોગ્ગા સાથે 51 રન બનાવ્યા. વરિન્દર સિંહે 29 બોલમાં 36, સલીલ અરોરાએ 18 બોલમાં 29 અને સાહિલ શર્માએ 20 બોલમાં 37 રનની ઝડપી ઇનિંગ રમી. તરણવીર સિંહે પણ 15 બોલમાં 20 રન બનાવ્યા. આ મેચમાં અમૃતસર ટીમના બધા બેટ્સમેનોએ ખૂબ જ ઝડપી ગતિએ રન બનાવ્યા. જેના પરિણામે ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 533 રનનો જંગી સ્કોર બનાવ્યો.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *