akshay kumar : શક્તિમાન ફેમ લલિત પરિમૂ હાલના સમયે એક ઇન્ટરવ્યુને કારણે ચર્ચામાં આવ્યો છે. 1990ના દાયકાની સુપરહીરો સિરીઝ ‘શક્તિમાન’માં લલિત પરિમૂ વિલન ડો.જયકાલની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આજે પણ તે પોતાના પાત્ર માટે જાણીતો છે. તેણે ટીવી અને ફિલ્મો બંનેમાં પોતાની ઓળખ બનાવી છે. હવે વાતચીત દરમિયાન તેણે અક્ષય કુમાર પર પ્રહાર કરીને કહ્યું છે કે તેણે નિવૃત્તિ લેવી જોઈએ.
અભિનેતાએ 50 વર્ષ પછી નિવૃત્ત થવું જોઈએ
લલિત પરિમૂએ સિદ્ધાર્થ કન્નનને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેણે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. ‘શક્તિમાન’માં તેના આઇકોનિક પાત્ર સિવાય, અભિનેતાએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં એક નિયમ હોવો જોઈએ કે બોલિવૂડ સેલેબ્સે ચોક્કસ સમય પછી નિવૃત્તિ લેવી જોઈએ. તેમને ફિલ્મો આપવાનું બંધ કરવું જોઈએ. આ યાદીમાં કલાકારોના નામ ઉમેરતાં લલિત પરિમૂએ કહ્યું હતું કે હું એક મૂવમેન્ટ ઊભી કરવા માગું છું, મેં CINTAA માં આ વિશે વાત કરી હતી કે જે કલાકારો અમુક હદ સુધી પૈસા કમાઇ લીધા છે તેમણે નિવૃત્તિ લેવી જોઈએ. તેમને કામ ના મળવું જોઈએ.
અક્ષય કુમાર પર પ્રહાર કર્યો
લલિત પરિમૂઓ કહ્યું કે જેમ કોર્પોરેટની દુનિયામાં થાય છે 50 વર્ષ પછી તમને 5 કરોડ રૂપિયા ચૂકવીને નિવૃત્ત થવાનું કહેવામાં આવે છે. અહીં પણ આવું કરો. બની શકે કે 25 વર્ષનો વ્યક્તિ સારું કામ કરે. તમે અક્ષય કુમારને જુઓ, તેમને હજુ પણ ફિલ્મો માટે 50 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. અરે, તે કેટલા ભેગા કરશે? તમે તેને શા માટે આપો છો અને તે શા માટે લઈ જાય છે? નવો અક્ષય કુમાર કેમ આવી રહ્યો નથી? આવા 10 અક્ષય છે જે ઉભા રહી શકે છે. એવું કેમ છે કે તમે એક અભિનેતાને 50 કરોડ અને બીજાને 50 હજાર આપી રહ્યા છો?
61 વર્ષનો આમિર ખાન ત્રીજી વખત લગ્ન કરશે, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે મેરેજ કરશે
ટીવીથી લઈને બોલિવૂડ સુધી ઓળખ બનાવી
તમને જણાવી દઈએ કે લલિત પરિમુએ આ વાતચીત દરમિયાન પોતાની ઘણી વાતો ખુલ્લીને કહી હતી. અભિનેતાએ ડો.જયકાલની ભૂમિકામાં ટીવી પર મોટી ઓળખ બનાવી હતી અને લોકપ્રિય હોરર શો ‘શશ્શશશ’કોઈ હૈ’માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. બોલિવૂડમાં ભલે તેણે સપોર્ટિંગ રોલ કર્યો હોય, પરંતુ લોકોએ પસંદ કર્યો છે.
