Mumbai Indians vs Delhi Capitals LIVE Match Updates : મહિલા પ્રીમિયર લીગ 2026 ની 13મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને દિલ્હી બન્ને માટે આ મેચમાં જીત ઘણી જરુરી છે.
મુંબઈની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. જી. કમલિની ઈજાને કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. વૈષ્ણવી શર્માને મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ સિઝનમાં દિલ્હી અને મુંબઈ વચ્ચે આ બીજી મેચ છે. પહેલા મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 50 રનથી જીત મેળવી હતી.
