TVK Vijay Occasion, Tamil Nadu Election Outcomes 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામ 2026માં અભિનેતા માંથી નેતા બનેલા વિજય થલાપતિની ટીવીકે પાર્ટી આગળ દેખાય છે. ટીવીકે પ્રમુખ થલાપતિ વિજય તમિલનાડુ ચૂંટણી પરિણામમાં નવો ઇતિહાસ બનાવી શકે છે. તમિલનાડુના રાજકારણમાં છેલ્લા 49 વર્ષમાં માત્ર બે રાજકીય પાર્ટી દ્રમુક અને અન્નાદ્રમુકનો દબદબો રહ્યો છે, જો કે હવે વિજયની ટીવીકેની એન્ટ્રીથી આ બંને પાર્ટીને મોટું નુકસાન થતું દેખાઇ રહ્યું છે. જાણો વિજય થલાપતિ કેટલું ભણેલા છે અને કેટલી સંપત્તિ છે.
વિજય અધવચ્ચે કોલેજ છોડી
વિજય થલાપતિ દક્ષિણ ભારતના પ્રખ્યાત ફિલ્મ સ્ટાર છે. વિજય થલાપતિના નામ પ્રખ્યાત ટીવીકે પ્રમુખનું પુરું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેમનો જન્મ 22 જૂન, 1974ના રોજ તમિલનાડુના મદ્રાસ (હવે ચેન્નઇ)માં થયો હતો. તેમણે ચેન્નઇની ફાતિમા સ્કૂલ, કોડંબક્કમમાં શાળાકીય શિક્ષણ મેળવ્યા બાદ શહેરની પ્રખ્યાત લોયોલા કોલેજમાં વિઝ્યુઅલ કોમ્યુનિકેશન કોર્સમાં એડમિશન લીધું હતું. આ સમયે તેમની અંદરનો કલાકાર ઉભી રહ્યો હતો.
કોલેજ અભ્યાસ દરમિયાન જ વિજય શુટિંગ, ઓડિશન અને ફિલ્મો કરવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં કોલેજનો અભ્યાસ અને એક્ટિંગ બંને એક સાથે કરવી મુશ્કેલ હતી. આથી વિજયે અધવચ્ચે કોલેજ છોડી ફિલ્મ કરિયર પસંદ કરી હતી. વિજયના પિતા એસ.એ. ચંદ્રશેખર ફિલ્મ ડિરેક્ટર હતા, આથી પહેલાથી ઘરમાં ફિલ્મી માહોલ હતો.
વિજય થલાપતિ ફિલ્મ કરિયર
વિજય થલાપતિ એ વર્ષ 1992ની નલાઇયા થીરપુ મૂવીથી ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. જો કે સાચી ઓખળ વર્ષ 1996માં આવેલી પૂવે ઉનક્કાગા ફિલ્મથી મળી હતી, જેણે સુપરસ્ટાર બનાવ્યો હતો. વિજય થલાપતિને ઘણા ફિલ્મ એવોર્ડ પણ મળ્યા છે. વિજયે એક્ટર સાથે બિઝનેસમેન પણ છે, તેઓ ઘણી કંપનીઓમાં પ્રમોટર છે.
વિજય થલાપતિએ સાડા ત્રણ દાયકાના ફિલ્મ કરિયરમાં અત્યાર સુધી 68 ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેઓ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પ્રખ્યાત અભિનેતા અને ભારતના સૌથી વધુ કમાણી કરનાર કલાકારોમાના એક છે.
વિજય થલાપતિ લગ્ન જીવન
વિજય થલાપતિએ લંડન સ્થિત શ્રીલંકાના તમિલ સંગીતા સોર્નાલિંગમ સાથે લગ્ન કર્યા છે. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.
આ પણ વાંચો | TVK પ્રમુખ વિજયની હારની અફવા, સમર્થકનો આત્મહત્યા કરવાનો પ્રયાસ
Vijay Thalapathy Web Value : વિજય થલાપતિ સંપત્તિ
વિજય થલાપતિ ભારતના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંના એક છે. વર્ષ 2026માં તમિનલાડુ વિધાનસભા ચૂંટણી માટે રજૂ કરેલા સોગંદનામાાંમાં વિજય થલાપતિએ તેમની સંપત્તિ વિશે જાણકારી આપી હતી. વિજય થલાપતિના સોગંદનામાં મુજબ તેમની પાસે 603.20 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમા 404.58 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 198.62 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે.
આ પણ વાંચો | બંગાળ, કેરળ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ અપડેટ
વિજય થલાપતિના બેંક એકાઉન્ટમાં 213 કરોડ રૂપિયા જમા છે. તેમની પાસે BMW, Lexus અને Toyota Vellfire જેવી લક્ઝરી કાર પણ છે. વિજયની પત્ની સંગીતા પાસે પણ 15.76 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
