VIDEO: ચાલુ ઈ-બસમાં રિલ્સ બનાવી મુસાફરોના જીવ જોખમમાં મૂકનાર ડ્રાઈવરને ‘જન્મદિવસે’ જ નોકરીમાંથી કાઢી મુકાયો

VIDEO: ચાલુ ઈ-બસમાં રિલ્સ બનાવી મુસાફરોના જીવ જોખમમાં મૂકનાર ડ્રાઈવરને ‘જન્મદિવસે’ જ નોકરીમાંથી કાઢી મુકાયો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


વડોદરામાં સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવવાનો ક્રેઝ એક બસ ડ્રાઈવરને ભારે પડી ગયો છે. શહેરમાં નવી શરૂ થયેલી પીએમ ઈ-બસ સેવા (PM E-Bus) ના લોકાર્પણના માત્ર ત્રીજા જ દિવસે ડ્રાઈવર મુસાફરો ભરેલી ચાલુ બસે મોબાઈલથી રિલ્સ બનાવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ગંભીર બેદરકારી બદલ વડોદરા મહાનગરપાલિકાની નોટિસ બાદ બસ ઓપરેટિંગ કંપનીએ ડ્રાઈવરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરખાસ્ત કરી દીધો છે. આશ્ચર્યની વાત એ છે કે ડ્રાઈવરને જે દિવસે નોકરીમાંથી હાંકી કઢાયો તે જ દિવસે તેનો જન્મદિવસ પણ હતો.

વાયરલ વીડિયોમાં બસ ચલાવતી વખતે બસ ડ્રાઇવર તેના મોબાઇલ ફોન પર રીલ ફિલ્માવતો દેખાય છે. સ્ટીયરિંગ વ્હીલ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તે વીડિયો રેકોર્ડ કરવામાં વ્યસ્ત હતો, જેના કારણે સવાર મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.

એક હાથમાં સ્ટીયરિંગ, બીજા હાથમાં મોબાઇલ

વીડિયોમાં ડ્રાઇવર ડ્રાઇવિંગ કરતી વખતે રીલ ફિલ્માવતો દેખાય છે. તેના એક હાથમાં સ્ટિયરિંગ છે અને બીજા હાથમાં મોબાઈલ ફોન પકડી રાખ્યો છે. તે સમયે મુસાફરો પોતાના જીવને જોખમે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. ઘણા લોકોએ આ વીડિયો જોયો છે અને તેને જોયા પછી યુઝર્સે ડ્રાઈવરની ભારે ટીકા કરી છે અને તેને આવા વર્તન સામે સલાહ આપી છે. જોકે ડ્રાઈવરે વીડિયો વાયરલ થયા પછી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ડિલીટ કરી દીધો હતો પરંતુ તેની પ્રોફાઇલ પર આવી જ ઘણી રીલ્સ જોવા મળી હતી.

જન્મદિવસ પર જ નોકરી ગઈ

જેમ જેમ આ મુદ્દો ચર્ચામાં આવ્યો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બસ સેવા ચલાવતી કંપની JBM ને નોટિસ ફટકારી. કોર્પોરેશનના અધિકારી જતન બધેકાએ જણાવ્યું કે, નોટિસ બાદ કંપનીએ તાત્કાલિક ડ્રાઈવરને બરતરફ કરી દીધો. યોગાનુયોગ આ શિસ્તભંગની કાર્યવાહી તેના જન્મદિવસ પર થઈ. હવે જાહેર પરિવહનમાં સલામતીના ધોરણો અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *