સ્ટાર સ્પોર્ટ્સ પ્રોગ્રામમાં સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે શું T20માં 300 રન બનાવી શકાય છે, તેના પર સૂર્યાએ કહ્યું કે અમારી ટીમ 297 રન સુધી પહોંચી ગઈ છે, તેથી 300 રન વધુ દૂર નથી. સૂર્યાને આગળ પૂછવામાં આવ્યું કે કઈ ટીમ આ આંકડાને પહેલા સ્પર્શ કરી શકે છે, જેના પર તેણે કહ્યું કે માત્ર ભારત જ તેને પ્રથમ સ્પર્શ કરશે.
