Share Market At present Information Stay Replace In Gujarati : શેરબજાર ગુરુવારે નકારાત્મક સંકેતોના પગલે ફરી ઘટ્યું છે. વૈશ્વિક બજારોની નરમાઇ, ક્રૂડ ઓઇલમાં ઉચાછાળો અને ડોલર સામે રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચતા સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા છે. ગુરુવારે સેન્સેક્સ ફ્લેટ 82368 ખુલ્યા હતા. જો કે શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 360 પોઇન્ટ ઘટી 82000 નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 25,345 ખુલ્યા બાદ 88 પોઇન્ટના ઘટાડે 25,250 લેવલ નીચે છે.
ડોલર સામે રૂપિયો 92 પાર, નવા રેકોર્ડ તળિયે
ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. ગુરુવારે યુએસસડોલર સામે રૂપિયો 20 રૂપિયા ઘટી 91.99 ખુલ્યો હતો અને ઇતિહાસમાં પહેલીવાર 92 પાર જતો રહ્યો હતો. બુધવારે ડોલર સામે રૂપિયો 91.79 બંધ થયો હતો.
ક્રૂડ ઓઇલમાં સતત ત્રીજા દિવસે તેજી
ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ત્રીજા દિવસે તેજી હતી. અમેરિકા મધ્ય પૂર્વના અગ્રણી ઓઇલ ઉત્પાદક દેશ ઇરાન પર સૈન્ય હુમલો કરી શકે છે, તેની ચિંતાથી ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે. જો ઇરાન પર હુમલો થાય તો ક્રૂડ ઓઇલની સપ્લાયમાં અવરોધ સર્જાઇ શકે છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર 50 સેન્ટ વધી 68.9 ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો. તો યુએસ ક્રૂડ વાયદો 58 સેન્ટ કે 0.92 ટકા વધી 63.79 ડોલર પ્રતિ બેરલ થયો હતો. બંને ક્રૂડ ઓઇલ વાયદા 26 જાન્યુઆરી બાદથી 5 ટકા જેટલા વધ્યા છે.
ચાંદી ₹ 4 લાખ પાર, સોનું ₹ 13000 વધ્યું
સોના ચાંદીના ભાવ બધા રેકોર્ડ તોડી આસમાને પહોંચ્યા છે. આજે વાયદા બજારમાં ચાંદીના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 4 લાખ રૂપિયાને વટાવી ગયા હતા. એમસીએક્સ ચાંદી વાયદો 18884 રૂપિયા જેટલો વધીને 4,04,250 રૂપિયા પ્રતિ કિલો બોલાતો હતો. તો એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર 12822 રૂપિયા વધી 1,78,737 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડિંગ કરી રહ્યો છે. જાન્યુઆરી મહિનાના 29 દિવસમાં ચાંદીની કિંમતમાં પ્રતિ કિલો દીઠ 1.70 લાખ રૂપિયાનો ઐતિહાસિક ઉછાળો આવ્યો છે, તો સોનું 35000 રૂપિયા જેટલું મોંઘુ થયું છે.
આર્થિક સર્વેક્ષણ 2025 આજે સંસદમાં રજૂ થશે
બજેટ 2026 પહેલા આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2026 રજૂ થવાનું છે. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરન સવારે 11 વાગે સંસદમાં ઇકોનોમિક સર્વે 2026 રજૂ કરશે. આર્થિક સર્વેક્ષણને સામાન્ય રીતે સરકારની નીતિગત યોજનાના સંકેત તરીકે જોવામાં આવે છે. તેમાં દેશના અંદાજીત આર્થિક વિકાસદરનો આંકડો અને અન્ય મહત્વપૂર્ણ આર્થિક આંકડાઓ હોય છે. નાણાં મંત્રાલય હસ્તકના આર્થિક બાબતોના વિભાગના ઇકોનોમિક ડિવિઝન દ્વારા આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.
-
Jan 29, 2026 09:54 IST

Jan 29, 2026 09:50 IST
ચાંદી ₹ 4 લાખ પાર, સોનું ₹ 13000 વધ્યું
સોના ચાંદીના ભાવ બધા રેકોર્ડ તોડી આસમાને પહોંચ્યા છે. આજે વાયદા બજારમાં ચાંદીના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 4 લાખ રૂપિયાને વટાવી ગયા હતા. એમસીએક્સ ચાંદી વાયદો 18884 રૂપિયા જેટલો વધીને 4,04,250 રૂપિયા પ્રતિ કિલો બોલાતો હતો. તો એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર 12822 રૂપિયા વધી 1,78,737 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડિંગ કરી રહ્યો છે. જાન્યુઆરી મહિનાના 29 દિવસમાં ચાંદીની કિંમતમાં પ્રતિ કિલો દીઠ 1.70 લાખ રૂપિયાનો ઐતિહાસિક ઉછાળો આવ્યો છે, તો સોનું 35000 રૂપિયા જેટલું મોંઘુ થયું છે.
-
Jan 29, 2026 09:46 IST
ક્રૂડ ઓઇલમાં સતત ત્રીજા દિવસે તેજી
ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ત્રીજા દિવસે તેજી હતી. અમેરિકા મધ્ય પૂર્વના અગ્રણી ઓઇલ ઉત્પાદક દેશ ઇરાન પર સૈન્ય હુમલો કરી શકે છે, તેની ચિંતાથી ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે. જો ઇરાન પર હુમલો થાય તો ક્રૂડ ઓઇલની સપ્લાયમાં અવરોધ સર્જાઇ શકે છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર 50 સેન્ટ વધી 68.9 ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો. તો યુએસ ક્રૂડ વાયદો 58 સેન્ટ કે 0.92 ટકા વધી 63.79 ડોલર પ્રતિ બેરલ થયો હતો. બંને ક્રૂડ ઓઇલ વાયદા 26 જાન્યુઆરી બાદથી 5 ટકા જેટલા વધ્યા છે.
-
Jan 29, 2026 09:43 IST
ડોલર સામે રૂપિયો 92 પાર, નવા રેકોર્ડ તળિયે
ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. ગુરુવારે યુએસસડોલર સામે રૂપિયો 20 રૂપિયા ઘટી 91.99 ખુલ્યો હતો અને ઇતિહાસમાં પહેલીવાર 92 પાર જતો રહ્યો હતો. બુધવારે ડોલર સામે રૂપિયો 91.79 બંધ થયો હતો.
-
Jan 29, 2026 09:40 IST
સેન્સેક્સ 350 પોઇન્ટ ઘટી 82000 નીચે, નિફ્ટી 88 પોઇન્ટ નરમ
શેરબજાર ગુરુવારે નકારાત્મક સંકેતોના પગલે ફરી ઘટ્યું છે. વૈશ્વિક બજારોની નરમાઇ, ક્રૂડ ઓઇલમાં ઉચાછાળો અને ડોલર સામે રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચતા સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા છે. ગુરુવારે સેન્સેક્સ ફ્લેટ 82368 ખુલ્યા હતા. જો કે શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 360 પોઇન્ટ ઘટી 82000 નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 25,345 ખુલ્યા બાદ 88 પોઇન્ટના ઘટાડે 25,250 લેવલ નીચે છે.