Share Market As we speak Information Reside In Gujarati : શેરબજારમાં મંદી આગળ વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. ગુરુવારે પણ સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 182 પોઇન્ટ ઘટી 84,778 ખુલ્યો હતો. આઈટી, બેંક અને ઓટો શેરમાં વેચવાલીના દબાણથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 250 પોઇન્ટ જેટલો તૂટી 84,705 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી સાધારણ ઘટી 26,106 ખુલ્યો હતતો. નિફ્ટી માટે 26000 મજબૂત સપોર્ટ લેવલ છે.
ક્રૂડ ઓઇલમાં તેજી
વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ ક્રૂડ ઓઇલમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. ગુરુવારે યુએસ ક્રેડ 0.7 ટકા વધી 56.38 ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. તો બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર 0.68 ટકા વધી 60.37 ડોલર પ્રતિ બેરલ થયુ હતું. અમેરિકાના ટોચના અધિકારીઓએ બુધવારે કહ્યું કે, દેશને વેનેઝુએલાની અર્થવ્યવસ્થા સ્થિર કરવા, પોતાના ઓઇલ સેક્ટરને ફરી બેઠું કરવા અને તેને મજબૂત બનાવવા માટે તે અમેરિકાની હિતમાં કામ કરશે, અનિશ્ચિત કાળ માટે તેના ઓઇલ વેચાણ અને આવક પર નિયંત્રણ કરવાની જરૂરી છે.
-
Jan 08, 2026 14:07 IST
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 700 પોઇન્ટ ધડામ, નિફ્ટી 26000 નીચે
શેરબજારમાં સતત ચોથા દિવસે વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર ઘટ્યા. સેન્સેક્સ ઇન્ટ્રા ડે 700 પોઇન્ટ ઘટી 84207 સુધી ગયો છે. તો એનએસઇ નિફ્ટી 200 પોઇન્ટથી વધુ ઘટ્યો છે અને હાલ 26000 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. વેનેઝુએલા કટોકટી વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લાદવાની ધમકી આપી છે, જેની અસરે શેરબજાર વધુ તૂટ્યા છે.
-
Jan 08, 2026 14:02 IST
Poco M8 5G Launch : પોકો એમ8 5જી સ્માર્ટફોન લોન્ચ, સૌથી મજબૂત ડિસ્પ્લે
પોકો એમ 8 5જી સ્માર્ટફોન ભારતમાં 8 જાન્યુઆરી, 2026ના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે. આ લેટેસ્ટ 5જી પોકો મોબાઇલમાં 6.77 ઇંચની 3D કર્વ્ડ ડિસ્પ્લે, 50 એમપી કેમેરા અને મોટી 5520mAh બેટરી જેવા ફીચર્ છે. પોકો એમ 8 5 જી સ્માર્ટફોનમાં 256 જીબી સુધી સ્ટોરેજ અને 8 જીબી રેમ છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
-
Jan 08, 2026 09:39 IST
ક્રૂડ ઓઇલમાં તેજી
વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ ક્રૂડ ઓઇલમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. ગુરુવારે યુએસ ક્રેડ 0.7 ટકા વધી 56.38 ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. તો બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર 0.68 ટકા વધી 60.37 ડોલર પ્રતિ બેરલ થયુ હતું. અમેરિકાના ટોચના અધિકારીઓએ બુધવારે કહ્યું કે, દેશને વેનેઝુએલાની અર્થવ્યવસ્થા સ્થિર કરવા, પોતાના ઓઇલ સેક્ટરને ફરી બેઠું કરવા અને તેને મજબૂત બનાવવા માટે તે અમેરિકાની હિતમાં કામ કરશે, અનિશ્ચિત કાળ માટે તેના ઓઇલ વેચાણ અને આવક પર નિયંત્રણ કરવાની જરૂરી છે.
-
Jan 08, 2026 09:39 IST
સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી માટે 26000 મજબૂત ટેકો
શેરબજારમાં મંદી આગળ વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. ગુરુવારે પણ સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 182 પોઇન્ટ ઘટી 84,778 ખુલ્યો હતો. આઈટી, બેંક અને ઓટો શેરમાં વેચવાલીના દબાણથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 250 પોઇન્ટ જેટલો તૂટી 84,705 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી સાધારણ ઘટી 26,106 ખુલ્યો હતતો. નિફ્ટી માટે 26000 મજબૂત સપોર્ટ લેવલ છે.