Share Market At present Information Reside In Gujarati : શેરબજારનું સેન્ટિમેન્ટ નરમ રહેતા સપ્તાહના દિવસે સેન્સેક્સ નિફ્ટી સપાટ ખુલ્યા બાદ મહત્વપૂર્ણ ટેકારૂપ સપાટીની નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ 28 પોઇન્ટ ઘટી 82,220 ખુલ્યો હતો. બ્લુચીપ ઓટો અને બેંક શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 380 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 82000નું સપોર્ટ લેવલ તોડી 81867 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 50 પોઇન્ટ ઘટી 25,459 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 110 પોઇન્ટ ઘટી 25385 સુધી ઘટ્યો હતો.
સોનામાં તેજી, ચાંદીમાં 5800 થી વધુ ઉછાળો
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોના ચાંદીમાં ફરી તેજીનો માહોલ છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 350 પોઇન્ટ વધી 1.60 લાખ રૂપિયા ઉપર બોલાય રહ્યો છે. તો એમસીએક્સ ચાંદી વાયદો 5800 રૂપિયા ઉછળ્યો અને 2.65 લાખ રૂપિયા પ્રતિ કિલો બોલાઇ રહ્યો છે. હાજર બુલિયન બજારની વાત કરીયે તો ગુરુવારે અમદાવાદમાં 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,62,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તો 1 કિલો ચાંદીની કિંમત 2.60 લાખ રૂપિયા બોલાતી હતી.
-
Feb 27, 2026 12:24 IST
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો
શેરબજારમાં તીવ્ર વેચવાલીથી મંદી યથાવત છે. સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 81,620 સુધી ઘટ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 200 પોઇન્ટના ઘટાડે 25,271 થયો હતો. આજે બેંક,ઓટો, કેપિટલ ગુડ્સ અને હેલ્થકેર શેર સૌથી વધુ ઘટ્યા છે.
-
Feb 27, 2026 09:44 IST
સોનામાં તેજી, ચાંદીમાં 5800 થી વધુ ઉછાળો
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોના ચાંદીમાં ફરી તેજીનો માહોલ છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 350 પોઇન્ટ વધી 1.60 લાખ રૂપિયા ઉપર બોલાય રહ્યો છે. તો એમસીએક્સ ચાંદી વાયદો 5800 રૂપિયા ઉછળ્યો અને 2.65 લાખ રૂપિયા પ્રતિ કિલો બોલાઇ રહ્યો છે. હાજર બુલિયન બજારની વાત કરીયે તો ગુરુવારે અમદાવાદમાં 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,62,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તો 1 કિલો ચાંદીની કિંમત 2.60 લાખ રૂપિયા બોલાતી હતી.
-
Feb 27, 2026 09:39 IST
સેન્સેક્સ 380 પોઇન્ટ ઘટી 81900 નીચે, નિફ્ટી 110 પોઇન્ટ નરમ
શેરબજારનું સેન્ટિમેન્ટ નરમ રહેતા સપ્તાહના દિવસે સેન્સેક્સ નિફ્ટી સપાટ ખુલ્યા બાદ મહત્વપૂર્ણ ટેકારૂપ સપાટીની નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ 28 પોઇન્ટ ઘટી 82,220 ખુલ્યો હતો. બ્લુચીપ ઓટો અને બેંક શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 380 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 82000નું સપોર્ટ લેવલ તોડી 81867 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 50 પોઇન્ટ ઘટી 25,459 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 110 પોઇન્ટ ઘટી 25385 સુધી ઘટ્યો હતો.