રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક
બેસન ગટ્ટાનું શાક રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે. ચણાના લોટમાં પાણી, મીઠું અને વિવિધ મસાલા નાંખી લોટ બાંધી તેને બાફવામાં આવે છે. કઢાઇમાં તેલ ગરમ કરો જીરું રાઇનો તડકો લગાવો. ડુંગળી, ટામેટા, લસણ અને આદુને સાંતળો પછી લાલ મરચું અને હળદર પાઉડર, જીરું મસાલો અને મીઠું ઉમેરી મસાલો બનાવો. આ મસાલામાં બાફેલા બેસન ગટ્ટા નાંખો. સબ્જીને ઘટ્ટ અને પાતળી કરવા માટે બાફેલા બેસન ગટ્ટાનું પાણી રેડો. 5 થી 10 મિનિટ શાકને રંધાવા દો. પ્રોટિનથી ભરપૂર બેસન ગટ્ટાનું શાક ખાવાની મજા પડશે.
