RBI Plastic Notes : આરબીઆઈ દેશમાં પ્લાસ્ટિક નોટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 ઓગસ્ટ 2026ના રોજ મોનેટરી પોલિસીની ઘોષણા કરતી વખતે પોલિમર (પ્લાસ્ટિક) નોટો પર મોટું અપડેટ આપ્યું હતું. તેમના નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતમાં ટૂંક સમયમાં પ્લાસ્ટિક નોટનો યુગ શરૂ થઈ શકે છે.
આવી સ્થિતિમાં, લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે કે પોલિમર નોટ્સ શું છે, તે હાલની કાગળની નોટથી કેટલી અલગ હશે. ચાલો જાણીએ તેની સાથે જોડાયેલી તમામ મહત્વની બાબતો…
પોલિમર નોટ શું છે?
પોલિમર નોટ્સ ખાસ પ્રકારના કૃત્રિમ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. આ સામાન્ય કાગળની નોટ કરતાં વધુ મજબૂત અને ટકાઉ છે. તે ઝડપથી ફાટતી નથી અને પાણીમાં ભીની થતી નથી તેમજ ભેજ અને ગંદકીની પણ ઓછી અસર થાય છે. આમ કાગળની નોટની તુલનામાં પ્લાસ્ટિક નોટનું આયુષ્ય વધારે હોય છે.
પ્લાસ્ટિક નોટો ક્યારે આવશે?
ધિરાણનીતિ સમીક્ષાની ઘોષણા બાદ આરબીઆઈના ગવર્નરે પત્રકારોને જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં પોલિમર નોટ 30 વર્ષથી વધુ સમયથી ચલણમાં હોવાનો રેકોર્ડ છે. આ નોટો ખાસ કરીને ઓછી કિંમતની નોટો માટે ઉપયોગી થશે, કારણ કે તેનો ઉપયોગ અને ચલણ વધારે હોય છે.
તેમણે કહ્યું કે, જો તમામ યોજનાઓ નિર્ધારિત સમય મુજબ આગળ વધે છે, તો અમારું લક્ષ્ય આગામી નાણાકીય વર્ષની શરૂઆતમાં આ નોટો ચલણમાં આવી જશે.”
દુનિયાના કેટલા દેશોમાં પ્લાસ્ટિક નોટનો ઉપયોગ થાય છે?
આજે દુનિયાના 60થી વધુ દેશોમાં પોલિમર નોટનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, બ્રિટન, કેનેડા, મલેશિયા, થાઇલેન્ડ અને ન્યૂઝીલેન્ડ સહિત ઘણા દેશોનો સમાવેશ થાય છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/05/29/plastic-currency-notes-2026-05-29-16-19-20.jpg)
RBI ક્યા મૂલ્યની પ્લાસ્ટિક નોટ છાપશે?
RBI પ્લાસ્ટિકની નોટ ટુંક સમમયાં રજૂ કરી શકે છે. ભારત સરકાર તરફથી RBIને ટ્રાયલ ધોરણે 10 અને 20 રૂપિયાના મૂલ્યની પોલિમર કરન્સી નોટ રજૂ કરવા મંજૂરી મળી ગઇ છે. હાલ ભારતમાં કાગળની ચલણી નોટ અસ્તિત્વમાં છે. પ્લાસ્ટિક નોટથી હવે ચલણી નોટ ફાટવાની કે પલળવાની ચિંતા રહેશે નહીં. આ સાથે સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલની કાગળની નોટોને પ્લાસ્ટિકની નોટો સાથે બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ અંગે સરકારે લોકસભામાં જવાબ પણ આપ્યો છે. સંપૂર્ણ અહેવાલ વાંચો
