PM Modi in Tamil Nadu: પીએમ મોદીએ DMK ને ગણાવી ‘CMC સરકાર’, ભ્રષ્ટાચાર અને ડ્રગ્સ મુદ્દે કર્યા આકરા પ્રહાર

PM Modi in Tamil Nadu: પીએમ મોદીએ DMK ને ગણાવી ‘CMC સરકાર’, ભ્રષ્ટાચાર અને ડ્રગ્સ મુદ્દે કર્યા આકરા પ્રહાર

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


PM Modi in Tamil Nadu: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમિલનાડુના મદુરાંતકમમાં એક વિશાળ જનસભા (Public Rally) ને સંબોધિત કરી સત્તારુઢ ડીએમકે સરકારનેઆડે હાથ લીધી. વર્ષ 2026 માં પીએમ મોદીની આ પ્રથમ તમિલનાડુ મુલાકાત છે. આ તકે તેમણે રાજ્યની DMK પાર્ટી પર પરિવારવાદ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા.

વિકાસ પુરુષ MGR અને નેતાજીને યાદ કર્યા

પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં તમિલનાડુના પનોતા પુત્ર અને ભારત રત્ન એમ.જી. રામચંદ્રન (MGR) ની જન્મજયંતિને યાદ કરી હતી. તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝના યોગદાનને પણ નમન કર્યા હતા અને તમિલનાડુના કલ્યાણ માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

DMK સરકાર સામે કર્યા આકરા પ્રહારો

ડીએમકે સરકાર પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, આ સરકાર જનતાના હિતોને બદલે માત્ર એક જ પરિવારની સેવા કરે છે. ડીએમકેમાં પ્રગતિની તકો માત્ર એવા લોકો માટે જ છે જેઓ ભ્રષ્ટાચાર, મહિલાઓ સાથે દુર્વ્યવહાર કે આપણી સંસ્કૃતિનું અપમાન કરે છે.

ડીએમકેની CMC સરકાર: PM મોદીએ આપી નવી વ્યાખ્યા

પીએમ મોદીએ ડીએમકે સરકાર પર પ્રહાર કરતા તેને CMC Authorities તરીકે ઓળખાવી હતી. તેમણે કહ્યું કે, હવે લોકો આ સરકારને ‘CMC સરકાર’ કહી રહ્યા છે. CMC એટલે કરપ્શન (Corruption), માફિયા (Mafia) અને ક્રાઈમ (Crime) ને પ્રોત્સાહન આપતી સરકાર.

  • C – Corruption (ભ્રષ્ટાચાર): પીએમએ કહ્યું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે.
  • M – Mafia (માફિયા): ડ્રગ્સ માફિયાઓ યુવાનોનું ભવિષ્ય બગાડી રહ્યા છે.
  • C – Crime (ગુનાખોરી): કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આરોપ લગાવ્યો.

રેલ બજેટમાં 7 ગણો વધારો

કેન્દ્ર સરકારની ભાજપ એનડીએ સરકારના યોગદાન વિશે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, “કોંગ્રેસ-ડીએમકે ગઠબંધનના શાસનમાં માત્ર કૌભાંડો થતા હતા. તેનાથી વિપરીત, એનડીએ સરકાર તમિલનાડુને પહેલા કરતા સાત ગણું વધુ રેલ બજેટ આપી રહી છે. અમે માછીમારો અને નાના ખેડૂતોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા માટે એફપીઓ (FPO) ને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.

ડ્રગ માફિયા સામે લાલ આંખ

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સૌથી ગંભીર ચિંતા તમિલનાડુમાં વધી રહેલા નશાના કારોબાર વિશે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ડ્રગ માફિયાઓને રોકવામાં નિષ્ફળ રહી છે. ડ્રગ્સ માફિયા શાળાઓ અને કોલેજોના યુવાનોને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે લાખો માતાઓ પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે.

Learn Extra: નવિન ઉદય સાથે મોદી શાહનું ભાજપ બદલાઇ રહ્યું છે? જાણો શું છે યુવા નેતૃત્વનો માસ્ટરપ્લાન





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *