GSSSB Multi Objective Well being Employee Bharti 2026: ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીનો વધુ એક દરવાજો ખોલી દીધો છે. GSSSB એ આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ-3ની કૂલ 254 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ઉમેદવારોએ ફટાફટ અરજી કરવી પડશે કારણ કે અરજી કરવાની અંતિમ તારીખ 21 માર્ચ 2026 છે.
ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026 અંતર્ગત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિત મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ઓજસ નવી ભરતી 2026 ની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB Bharti 2026) |
| પોસ્ટ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર |
| જગ્યા | 254 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 18થી 33 વર્ષ વચ્ચે |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 21 માર્ચ 2026 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
GSSSB Bharti 2026 પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| બિન અનામત | 106 |
| આર્થિક રીતે નબળા વર્ગ | 25 |
| સા.શૈ.પ.વર્ગ | 68 |
| અનુ.જાતિ | 17 |
| અનુ.જન જાતિ | 38 |
| કુલ | 254 |
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક કોર્ષ કરેલો હોવો જોઈએ અથવા ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ.અથવા
- સેનેટરી ઈન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ. અથવા
- એક વર્ષનો સેનેટરી હેલ્થ ઈન્સ્પેક્ટરનો કોર્ષ કરેલો હોવો જોઈએ.
- શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાનથી વાંચવું.
વય મર્યાદા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક સેવાઓ જણાયેથી સાતમા પગાર પંચના ₹19,900થી ₹63,200 લેવલ-2 ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર રહેશે.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
