Kolkata Knight Riders IPL 2026, Match Dates, Time, Venue, Participant Listing : આઈપીએલ 2026નું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ રમી પોતાનું અભિયાન શરૂ કરશે. આ મેચ મુંબઈમાં રમાશે. આ પછી કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઘરઆંગણે સતત ત્રણ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમશે.
2025 માં કોલકાતા નાઇટ રાઇડર્સનું અભિયાન કંઇ ખાસ રહ્યું ન હતું. ટીમે 5 મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે રહી હતી. 2024માં ટાઈટલ જીત્યા બાદ ટીમ આગામી સિઝનમાં સંઘર્ષ કરતી હોય તેવું લાગતું હતું. આઈપીએલ 2026 પહેલા તેણે વેંકટેશ ઐયરને રિલીઝ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સિવાય તેણે મથિશા પથિરાનાને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલ 2026 કાર્યક્રમ
- 29 માર્ચ 2026 : કોલકાતા નાઇટ રાઇડર્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ, મુંબઈ (સાંજે 7.30 વાગ્યે)
- 2 એપ્રિલ 2026 : કોલકાતા નાઇટ રાઇડર્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા (સાંજે 7.30 વાગ્યે)
- 6 એપ્રિલ 2026 : કોલકાતા નાઇટ રાઇડર્સ વિ પંજાબ કિંગ્સ, કોલકાતા (સાંજે 7.30 વાગ્યે)
- 9 એપ્રિલ 2026 : કોલકાતા નાઇટ રાઇડર્સ વિ લખનઉ સુપર જાયન્ટ્સ, કોલકાતા (સાંજે 7.30 વાગ્યે)
આઈપીએલ 2026 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કાર્યક્રમ, ટીમ અને વેન્યૂ સહિત બધી જાણકારી
આઈપીએલ 2026 માટે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, સુનીલ નરેન, વરુણ ચક્રવર્તી, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, કેમરૂન ગ્રીન, ફિન એલન, તેજસ્વી સિંહ, રાહુલ ત્રિપાઠી, ટિમ શીફર્ટ, રોવમેન પોવેલ, અનુકુલ રોય, સાર્થક રંજને, દક્ષ કામરા, રચિન રવિન્દ્ર, રમણદીપ સિંહ, વૈભવ અરોરા, મતિશા પથિરાના, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, આકાશ દીપ, હર્ષિત રાણા, ઉમરાન મલિક.
