IPL 2026 Sunrisers Hyderabad vs Delhi Capitals Scorecard, SRH vs DC LIVE Rating: આઈપીએલ 2026 ની 31મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે આપેલા 243 રનના પડકાર સામે દિલ્હી કેપિટલ્સે 13 ઓવરમાં 4 વિકેટે 129 રન બનાવી લીધા છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, શિવાંગ કુમાર, હર્ષ દુબે, શાકિબ હુસૈન, ઇશાન મલિંગા.
દિલ્હી કેપિટલ્સ : કેએલ રાહુલ, પથુમ નિસાંકા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, નીતિશ રાણા, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.
-
Apr 21, 2026 22:48 IST
SRH vs DC LIVE : નીતિશ રાણા 57 રને આઉટ
કેએલ રાહુલ 23 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે 37 રને શાકિબ હુસૈનની શિકાર બન્યો. નીતિશ રાણા 30 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે 57 રને અને ડેવિડ મિલર પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના મલિંગાનો શિકાર બન્યા. દિલ્હીએ 107 રને ચોથી વિકેટ ગુમાવી.
-
Apr 21, 2026 21:48 IST
SRH vs DC LIVE : પથુમ નિશાંકા 8 રને આઉટ
પથુમ નિશાંકા 6 બોલમાં 1 સિક્સર સાથે 8 રન બનાવી મદુશંકાની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 21 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Apr 21, 2026 21:28 IST
SRH vs DC LIVE : દિલ્હી કેપિટલ્સને 243 રનનો પડકાર
આઈપીએલ 2026 ની 31મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 2 વિકેટે 242 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 243 રનનો પડકાર મળ્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 21, 2026 21:21 IST
SRH vs DC LIVE : અભિષેક શર્માના અણનમ 135 રન
અભિષેક શર્માના 68 બોલમાં 10 ફોર અને 10 સિક્સર સાથે અણનમ 135 રન. ક્લાસેનના 13 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 37 રન.
-
Apr 21, 2026 21:04 IST
SRH vs DC LIVE : ઇશાન કિશન 25 રને રન આઉટ
ઇશાન કિશન 13 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 25 રન બનાવી રન આઉટ થયો. હૈદરાબાદે 176 રને બીજી વિકેટ ગુમાવી.
-
Apr 21, 2026 20:48 IST
SRH vs DC LIVE : અભિષેક શર્માની સદી
અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરતા 47 બોલમાં 7 ફોર અને 7 સિક્સર સાથે સદી ફટકારી.
-
Apr 21, 2026 20:22 IST
SRH vs DC LIVE : ટ્રેવિસ હેડ 37 રને આઉટ
ટ્રેવિસ હેડ 26 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 37 રને અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 97 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Apr 21, 2026 20:08 IST
SRH vs DC LIVE : અભિષેક શર્માની અડધી સદી
અભિષેક શર્માએ શાનદાર બેટિંગ યથાવત્ રાખતા 25 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Apr 21, 2026 19:22 IST
SRH vs DC LIVE : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, શિવાંગ કુમાર, હર્ષ દુબે, શાકિબ હુસૈન, ઇશાન મલિંગા.
-
Apr 21, 2026 19:15 IST
SRH vs DC LIVE : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ, પથુમ નિસાંકા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, નીતિશ રાણા, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.
-
Apr 21, 2026 19:06 IST
SRH vs DC LIVE : દિલ્હીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026 ની 31મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 21, 2026 18:49 IST
SRH vs DC LIVE : પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદ ચોથા અને દિલ્હી પાંચમાં ક્રમે
આ મેચ પહેલા બંને ટીમો 3-3 મેચ જીતી ચૂકી છે. જોકે દિલ્હી પાંચ મેચ રમ્યું છે જ્યારે હૈદરાબાદ છ મેચ રમ્યું છે. પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદ ચોથા ક્રમે અને દિલ્હી પાંચમા ક્રમે છે. આ મેચ બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો બની શકે છે.
-
Apr 21, 2026 18:36 IST
SRH vs DC LIVE : આજે હૈદરાબાદ વિ દિલ્હી વચ્ચે મેચ
આઈપીએલ 2026 ની 31મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
