આપણે અવારનવાર બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ, પરંતુ સાથે સાથે આપણે આપણા ખિસ્સાનું પણ ધ્યાન રાખતા હોઈએ છીએ. સ્માર્ટ પ્લાનિંગ, ફ્લેક્સિબલ તારીખો અને યોગ્ય ડેસ્ટિનેશન સાથે ઇન્ટરનેશનલ ટ્રીપ ખૂબ જ સસ્તી થઈ શકે છે. ભારતીય યાત્રીઓ માટે 2026 એક શાનદાર વર્ષ છે, જેમાં તેઓ બજેટની ચિંતાઓ કર્યા વિના અન્ય દેશોમાં ફરવા જઈ શકે છે. આ વર્ષ બીચ લવર્સ, ફૂડી, કલ્ચર એક્સ્પ્લોરર કે રૂટિન લાઈફમાંથી બ્રેક લેવા માંગતા લોકો માટે બજેટ ટ્રાવેલ માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. સ્કાઇસ્કેનર અનુસાર, ઘણા ડેસ્ટિનેશન એક્સપિરિયન્સને સાઇડમાં મૂક્યા વગર પૈસાની સારી વેલ્યુ આપે છે. આ લિસ્ટમાં પોપ્યુલર પસંદગીની જગ્યાઓ છે અને કેટલીક સરપ્રાઈઝ પણ સામેલ છે. ત્યારે અહીં આપણે ભારતીય નાગરિકો માટે સસ્તા 7 દેશો વિશે જાણીશું.

