India vs United States T20I WC 2026 Group A Match 3 Dwell Rating: ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે અને સીઝનના પહેલા જ દિવસે ભારતીય ટીમ યુએસએ સામે તેની પહેલી ગ્રુપ મેચ રમી રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. હાલમાં ભારતે ચાર વિકેટ ગુમાવી દીધી છે. અભિષેક શર્મા, ઇશાન કિશન અને તિલક વર્માના આઉટ થયા પછી શિવમ દુબે પણ પહેલા જ બોલે આઉટ થઈ ગયો. ભારતીય ટીમ હવે મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. પાવર પ્લેમાં આટલી બધી વિકેટ ગુમાવવી એ ચેતવણીનો સંકેત છે. રિંકુ સિંહ હવે કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે જોડાયો છે.
યુએસએ સામેની મેચ પહેલા ભારતને બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે, જેમાં હર્ષિત રાણા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો, જ્યારે જસપ્રીત બુમરાહ બીમાર છે અને આ મેચ માટે ઉપલબ્ધ નથી. બુમરાહની ગેરહાજરીને કારણે ઝડપી બોલર મોહમ્મદ સિરાજને ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે.
ભારત હાલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ આ સીઝનમાં રોહિત શર્મા વાળો કમાલ કરવાનો પ્રયાસ કરશે. ભારત યુએસએને હરાવવા અને જીત સાથે સીઝનની શરૂઆત કરવાના બે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવવાનો અને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે.
India Vs United States ICC T20 World Cup 2026 Dwell Scorecard:
-
Feb 07, 2026 20:45 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: અર્શદીપ સિંહ આઉટ
19મી ઓવરમાં અર્શદીપ સિંહ મોટો શોટ રમવા ગયો અને કેચ આઉટ થયો. ભારતનો લાઈવ સ્કોર 140/8.
-
Feb 07, 2026 20:34 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: સૂર્યકુમાર યાદવની અડધી સદી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી લીધી છે, હાલમાં ભારતનો લાઈવ સ્કોર 127/7.
-
Feb 07, 2026 20:29 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: અક્ષર પટેલ આઉટ, ભારતનો લાઈવ સ્કોર 118/7
ભારતીય ટીમને સાતમો ઝટકો અક્ષર પટેલના રૂપમાં મળ્યો છે. ટીમ ઈન્ડિયા 7 વિકેટના નુકસાને 118 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ 35 બોલમાં 47 રન બનાવીને ક્રિઝ પર છે. તેનો સાથ આપવા માટે અર્શદીપ સિંહ આવ્યો છે.
-
Feb 07, 2026 20:17 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: 15 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 94/6
15 ઓવરના અંતે ટીમ ઈન્ડિયા 6 વિકેટના નુકસાને 94 રન બનાવી લીધા છે. સૂર્યકુમાર યાદવ 36 અને અક્ષર પટેલ 2 રન સાથે ક્રિઝ પર છે.
-
Feb 07, 2026 20:04 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: હાર્દિક પંડ્યા પણ આઉટ
યુએસએ તરફથી હરમીત સિંહે શાનદાર બોલિંગ કરીને હાર્દિક પંડ્યાને પેવેલિયન મોકલ્યો છે. હાલમાં ભારતીય ટીમ સંકટમાં છે. 77 રનના સ્કોર પર ટીમ ઈન્ડિયાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ છે. હાલમાં સૂર્યકુમાર યાદવ 21 રન સાથે ક્રિઝ પર છે અને તેનો સાથ આપવા માટે અક્ષર પટેલ આવ્યો છે.
-
Feb 07, 2026 20:02 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: રિંકુ સિંહ સસ્તામાં આઉટ
ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો રિંકુ સિંહના રૂપમાં મળ્યો છે. તે 14 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો.
-
Feb 07, 2026 19:53 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: 10 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 63/4
10 ઓવરના અંતે ટીમ ઈન્ડિયા ચાર વિકેટના નુકસાને 63 રન બનાવી લીધા છે. ક્રિઝ પર સૂર્યકુમાર યાદવ 15 અને રિંકુ સિંહ 2 રન સાથે ક્રિઝ પર છે.
-
Feb 07, 2026 19:45 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: 8 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 52/4
આઠ ઓવરના અંતે ટીમ ઈન્ડિયા મુશ્કેલી સ્થિતિમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલમાં ભારતીય ટીમ ચાર વિકેટના નુકસાને 52 રન બનાવી લીધા છે. ક્રિઝ પર સૂર્યકુમાર યાદવ 5 અને રિંકુ સિંહ 2 રન સાથે ક્રિઝ પર છે. ઈનિંગની આંઠમી ઓવરમાં 3 રન આવ્યા.
-
Feb 07, 2026 19:39 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: યુએસએના શેડલી વાન શાલ્કવિકની ઘાતક બોલિંગ
યુએસએના બોલર શેડલી વાન શાલ્કવિકે ટીમ ઈન્ડિયાને એક જ ઓવરમાં ત્રણ મોટા ઝટકા આપ્યા. ઈશાન કિશન અને તિલક વર્માને આઉટ કર્યા બાદ શેડલી વાન શાલ્કવિકે શિવમ દૂબેને પણ આઉટ કર્યો છે. શિવમ દૂબે ખાતું પણ ખોલાવી શક્યો નહીં.
-
Feb 07, 2026 19:37 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: તિલક વર્મા આઉટ
યુએસએના બોલર શેડલી વાન શાલ્કવિકની ઓવરમાં ભારતને બે ઝટકા મળ્યા છે. પહેલા ઈશાન કિશનને આઉટ કર્યા બાદ શેડલી વાન શાલ્કવિકે તિલક વર્માને પણ આઉટ કર્યો છે. તિલક વર્મા 15 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો.
-
Feb 07, 2026 19:32 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: ઈશાન કિશન 20 રન બનાવી આઉટ
ઈનિંગની છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર ઈશાન કિશન આઉટ થયો છે. આજની મેચમાં ઈશાન કિશનને બે વખત જીવનદાન મળ્યું હતું. જોકે તે શેડલી વાન શાલ્કવિકની ઓવરમાં આઉટ થયો. તેણે 16 બોલમાં 20 રન બનાવ્યા.
-
Feb 07, 2026 19:29 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: 5 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 44/1
પાંચ ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ એક વિકેટના નુક્સાને 44 રન બનાવી લીધા છે. હાલમાં તિલક વર્મા 24 અને ઈશાન કિશન 20 રન સાથે ક્રિઝ પર છે. પાંચમી ઓવરમાં ઈશાન કિશનને જીવનદાન મળ્યું.
-
Feb 07, 2026 19:18 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: ત્રણ ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર
ત્રણ ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ એક વિકેટના નુક્સાને 25 રન બનાવી લીધા છે. હાલમાં તિલક વર્મા 16 અને ઈશાન કિશન 9 રન સાથે ક્રિઝ પર છે.
-
Feb 07, 2026 19:16 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: ભારતને પ્રથમ ઝટકો
ટીમ ઈન્ડિયાને અભિષેક શર્માના રૂપમાં પ્રથમ ઝટકો મળ્યો છે. અભિષેક શૂન્ય રને આઉટ થયો. તેની વિકેટ યુએસએના બોલર અલી ખાને લીધી.
-
Feb 07, 2026 18:52 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: યુએસએ પ્લેઈંગ 11
સૈતીજા મુક્કમલ્લા, એન્ડ્રીસ ગૌસ (wk), મોનાંક પટેલ (c), મિલિંદ કુમાર, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, શુભમ રાંજને, મોહમ્મદ મોહસીન, શેડલી વાન શાલ્કવિક, સૌરભ નેત્રાવલકર, અલી ખાન.
-
Feb 07, 2026 18:48 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: યુએસએની ટીમમાં બે ઓલરાઉન્ડર અને ત્રણ બોલર
અમેરિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત પહેલા બેટિંગ કરશે. અમેરિકન કેપ્ટન મોનાંક પટેલે કહ્યું કે તેમની પ્લેઇંગ ઇલેવનમાં છ બેટ્સમેન, બે ઓલરાઉન્ડર અને ત્રણ બોલરનો સમાવેશ થાય છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પુષ્ટિ આપી કે વોશિંગ્ટન સુંદર અને સંજુ સેમસન ટી-20 વર્લ્ડ કપની પહેલી મેચમાં રમી રહ્યા નથી. બુમરાહ બીમાર છે. શુક્રવારે હર્ષિત રાણાની જગ્યાએ આવેલા મોહમ્મદ સિરાજને તેમના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
-
Feb 07, 2026 18:46 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: ભારત પ્લેઇંગ 11
ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
-
Feb 07, 2026 18:43 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: સંજુ સેમસન આઉટ
સંજુ સેમસને કહ્યું કે આજની મેચમાં સંજુ સેમસન નથી અને બુમરાહ પણ બીમારીના કારણે આ મેચમાં નથી.
-
Feb 07, 2026 18:42 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: યુએસએ ટોસ જીત્યો, ભારતની બેટિંગ
આજની મેચમાં યુએસએ એ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે.
-
Feb 07, 2026 18:36 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: અમેરિકા પણ ઓછું નથી
ભારત આ મેચમાં USA ને ઓછું આંકવાની ભૂલ કરશે નહીં, કારણ કે ટી20 વર્લ્ડ કપ 2024 માં બંને ટીમો આમને-સામને થઈ ત્યારે ભારતે મેચમાં જીત મેળવી હતી. રોહિત શર્માએ તે મેચમાં 3 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલી પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો.
-
Feb 07, 2026 18:36 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: વાનખેડે પિચ પર ફાસ્ટ બોલરોને મદદ મળશે
વાનખેડે પિચ લાલ માટીથી બનેલી છે, જે પ્રથમ 5-6 ઓવરમાં ફાસ્ટ બોલરોને મદદ પૂરી પાડી શકે છે. મેચ આગળ વધતાં સ્પિનરોને પણ થોડી મદદ મળી શકે છે.
-
Feb 07, 2026 18:07 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: વાનખેડે ખાતે મોટા સ્કોરની અપેક્ષા
વાનખેડેનું મેદાન નાનું છે અને ત્યાં ઘણા બધા રન જોવા મળે છે. જો બેટ્સમેન સતત પીચ પર રહી શકે તો તેઓ મોટો સ્કોર હાંસલ કરી શકે છે. જો ભારત પહેલા બેટિંગ કરે તો તેઓ ઘણા રન બનાવશે.
-
Feb 07, 2026 18:07 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે અને ટી20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતે ઘરઆંગણે પાંચ મેચની ટી20 શ્રેણીમાં ન્યુઝીલેન્ડને 4-1થી હરાવ્યું છે.
-
Feb 07, 2026 18:06 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: ભારત બે સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે
ભારત તેની પ્લેઇંગ ઇલેવનમાં બે સ્પિનરોનો સમાવેશ કરી શકે છે. કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ના કરી શકાય, પરંતુ વરુણ ટીમમાં સ્થાન બનાવવામાં સફળ થઈ શકે છે, જ્યારે ઉપ-કેપ્ટન અક્ષર પટેલ પણ ટીમમાં રહેશે. સ્પિન જવાબદારીઓ આ બે પર આવી શકે છે.
-
Feb 07, 2026 18:06 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: તિલક વર્માની વાપસી ટીમને મજબૂત બનાવશે
તિલક વર્મા પણ ભારતીય ટીમમાં પાછો ફર્યો છે અને આ સાથે ભારતીય બેટિંગ લાઇનઅપ વધુ ઘાતક બની ગઈ છે, જે વિશ્વની કોઈપણ ટીમના બોલરોને હંફાવી દેવા માટે સક્ષમ છે.
-
Feb 07, 2026 18:05 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: ઈશાન અને અભિષેક ઓપનિંગ કરી શકે છે
યુએસએ સામે ભારત માટે ઈશાન કિશન અને અભિષેક શર્માને ઓપનિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સંજુ સેમસનને તેના ખરાબ ફોર્મનો ભોગ બનવું પડી શકે છે.
-
Feb 07, 2026 18:05 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: ભારતનું પલડું ભારે
ટી20 વર્લ્ડ કપમાં ભારત અને યુએસએ વચ્ચે અત્યાર સુધી ફક્ત એક જ મેચ રમાઈ છે. ભારતે તે મેચ જીતી હતી. ભારતીય ટીમ હાલમાં જે રીતે રમી રહી છે તે જોતાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે હોય તેવું લાગે છે.
-
Feb 07, 2026 18:05 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026 માટે યુએસએની ટીમ
મોનાંક પટેલ (કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ (વિકેટકીપર), સૈતીજા મુક્કમલ્લા, શયાન જહાંગીર, મિલિંદ કુમાર, શુભમ રંજને, હરમીત સિંહ, મોહમ્મદ મોહસીન, અલી ખાન, નોસ્તુશ કેંજીગે, સૌરભ નેત્રાવલકર, શેડલી વાન શાલ્કવિક, શેહાન જયદીપ સિંહ, જયસૂર્યા, જયસુખ કૃષ્ણા.
-
Feb 07, 2026 18:04 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા
ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન, વોશિંગ સેમસન.
-
Feb 07, 2026 18:04 IST
IND vs USA Dwell Rating, ICC T20 World Cup 2026: ભારત vs USA મેચ
નમસ્તે, Gujarati Indian Categorical ના લાઇવ બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે ભારત 2026 ટી20 વર્લ્ડ કપમાં યુનાઇટેડ સ્ટેટ્સ સામે તેની પહેલી ગ્રુપ મેચ રમશે. અમે અમારા બ્લોગ દ્વારા આ મેચ સંબંધિત તમામ અપડેટ્સ પ્રદાન કરીશું. વધુ રમતગમત અને ક્રિકેટ સમાચાર માટે જોડાયેલા રહો.
