IND vs NZ: નાગપુરમાં ભારતની વિજય શરૂઆત, ન્યૂઝીલેન્ડને 48 રને હરાવ્યું, અભિષેક-રિંકુની ધુંઆધાર બેટિંગ

IND vs NZ: નાગપુરમાં ભારતની વિજય શરૂઆત, ન્યૂઝીલેન્ડને 48 રને હરાવ્યું, અભિષેક-રિંકુની ધુંઆધાર બેટિંગ

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સીરિઝની પહેલી મેચ આજે નાગપુરમાં રમાઈ હતી. હાઇસ્કોરિંગ આ મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત સાથે સીરિઝની શરૂઆત કરી છે.

ભારતની વિજય શરૂઆત
ભારતની વિજય શરૂઆત

IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સીરિઝની પહેલી મેચ આજે નાગપુરમાં રમાઈ હતી. હાઇસ્કોરિંગ આ મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત સાથે સીરિઝની શરૂઆત કરી છે. મેચમાં ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે પહેલા બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કતા અભિષેક શર્માના તોફાની 84 અને રિંકુ સિંહના અણનમ 44 રનના જોરે 238 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. તેના જવાબમાં ઉતરેલી મહેમાન ટીમ 7 વિકેટ ગુમાવીને 190 રન બનાવી શકી હતી.

239 રનના જવાબમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડ ટીમની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. પહેલી ઓવરના બીજા બોલમાં અર્શદીપે કોન્વેની વિકેટ લીધી. તે ખાતું ખોલ્યા વગર આઉટ થઈ ગયો. ત્યાર બાદ બીજી ઓવરમાં હાર્દિક પંડ્યાએ રચિન રવીન્દ્રને આઉટ કર્યો. રવીન્દ્ર પણ માત્ર એક રન બનાવી શક્યો. ત્યાર બાદ ગ્લેન ફિલિપ્સ અને રોબિન્સને ઇનિંગ સંભાળી અને અડધી સદીની પાર્ટનરશીપ કરી. પરંતુ 7મી ઓવરમાં વરુણે રોબિન્સનને આઉટ કરી પાર્ટનરશીપને તોડવાનું કામ કર્યું, ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 52-3 હતો.

ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 40 બોલમાં 78 રનની ઇનિંગ રમી હતી. ત્યાર બાદ ચેપમેને મોર્ચો સંભાળ્યો અને 39 રન બનાવ્યાં. જ્યારે ચેપમેનની વિકેટ પડી ત્યારે ન્યૂઝીલેન્ડને 31 બોલમાં 96 રનની જરૂર હતી. ત્યાર બાદ ભારતીય બોલર્સે પોતાનો પંજો વધુ મજબૂત કર્યો અને ન્યૂઝીલેન્ડની ટીમને 190 રને રોકી દીધી. સીરિઝની બીજી મેચ હવે 23 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે.

પહેલા બેટિંગ ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત પણ ખરાબ રહી હતી. બીજી જ ઓવરમાં સંજુ સેમસન 10 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યાર બાદ લાંબા સમય પછી ટી20માં વાપસી કરી રહેલો ઈશાન કિશન પણ રસ્તામાં જ આઉટ થઈ ગયો. તેણે માત્ર 8 રન બનાવ્યાં. પરંતુ ત્યાર બાદ સૂર્યકુમાર યાદવે અને અભિષેક શર્માએ ભારતનો સ્કોર 10 ઓવરમાં 117 રને પહોંચાડી દીધો. પરંતુ 11મી ઓવરમાં ત્રીજો આચંકો લાગ્યો, કેપ્ટન સૂર્યા 32 રન બનાવીને આઉટ થઈ ગયો. 12મી ઓવરમાં અભિષેકના રૂપે ચોથો આંચકો લાગ્યો. અભિષેકે 35 બોલમાં 84 રન ફટકાર્યા. જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા.

14મી ઓવરમાં ભારતને પાંચમો આંચકો લાગ્યો, જેમાં દુબે 9 રન બનાવીને આઉટ થયો. 16મી ઓવરમાં હાર્દિક પંડ્યા 25 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યાર બાદ રિંકુ સિંહે 20 બોલમાં અણનમ 44 રનની ઇનિંગ રમી ભારતનો સ્કોર 238 સુધી પહોંચાડ્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *