IND vs NAM: ટી20 વર્લ્ડ કપમાં ભારતની સતત બીજી જીત, નામીબિયાને 93 રને હરાવી રચ્યો ઇતિહાસ

IND vs NAM: ટી20 વર્લ્ડ કપમાં ભારતની સતત બીજી જીત, નામીબિયાને 93 રને હરાવી રચ્યો ઇતિહાસ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની 18મી મેચ ભારત અને નામીબિયા વચ્ચે રમાઈ હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ મોટી જીત નોંધાવી છે. – IND vs NAM T20 World Cup 2026 India gained by 93 runs

નામીબિયા સામે ટીમ ઇન્ડિયાની જીત
નામીબિયા સામે ટીમ ઇન્ડિયાની જીત

IND vs NAM, T20 World Cup 2026: ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની 18મી મેચ ભારત અને નામીબિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ મોટી જીત નોંધાવી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારત ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતર્યું હતુ અને નામીબિયાને જીત માટે 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી ઈશાન કિશને 61 અને હાર્દિક પંડ્યાએ 52 રનની ઇનિંગ રમી હતી. જેના જવાબમાં નામીબિયા 116 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતુ.

210 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા નામીબિયાની શરૂઆત સારી રહી નહોતી. ચોથી જ ઓવરમાં જાન ફ્રાઇલિંગ 22 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ સ્ટીનકેંપને 29 રને આઉટ કર્યો અને પાર્ટનરશીપ તોડી હતી. વરુણે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.

નામીબિયાને પાંચમો આંચકો ગેરહાર્ડ ઇરાસ્મસના રૂપે લાગ્યો હતો, તો 18 રન બનાવીને આઉટ થયો. ત્યાર બાદ મલાન ક્રૂગર પાંચ રન બનાવીને આઉટ થયો. બુમરાહે પણ વિકેટ કોલમમાં પોતાનું ખાતું ખોલ્યું જ્યારે તેને રૂબેને ટ્રમ્પેલમેનને બોલ્ડ કર્યો.

ઈશાન કિશનની 20 બોલમાં ફિફ્ટી

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 9 વિકેટ પર 209 રન બનાવ્યાં હતા. ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી ઓપનર સંજુ સેમસન 8 બોલમાં 22 રન ફટકારીને આઉટ થઈ ગયો. ત્યાર બાદ ઈશાન કિશન અને તિલક વર્માએ બીજી વિકેટ માટે 79 રનની પાર્ટનરશીપ કરી. ઈશાને માત્ર 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. જેમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા. ઈશાન કિસને છઠ્ઠી ઓવરમાં ચાર છગ્ગા ફટકારી 28 રન બનાવ્યાં. કિશન 24 બોલમાં 61 રનની ધુંઆધાર ઇનિંગ રમી આઉટ થઈ ગયો. જો કે ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ કંઈ ખાસ કમાલ કરી શક્યો નહીં અને 12 રન બનાવી ચાલતો થયો. તિલક વર્મા પણ 25 રન બનાવી આઉટ થયો. તિલકની વિકેટ પડી ત્યારે ભારતનો સ્કોર 124/4 હતો.

સમાચાર અપડેટ થઈ રહ્યાં છે…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *