હોળીના કેમિકલવાળા કલર ત્વચા માટે હાનિકારક
હોળી ધુળેટી રંગ અને પ્રેમનો તહેવાર છે. આ તહેવાર પર પ્રિયજનોને રંગ લગાવવાની પરંપરા છે. જો કે હાલ બજારમાં વેચાતા કલરમાં કેમિકલ, હેવી મેટલ તત્વો હોય છે, જે ત્વચા અને આંખ માટે હાનિકારક હોય છે. આવા કેમિકલવાળા કલરથી સ્કીન એલર્જી, આંખોમાં બળતરા જેવી સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિમાં હોળી ધુળેટી પર કેમિકલ ફ્રી ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરવો જોઇએ.
