હાઈ હીલ્સ પહેરવી ભલે એ એક ફેશન હોય, પરંતુ શું તમને ખબર છે તેની અસર માત્ર પગ પર જ નહીં પરંતુ મન પર પણ પડી શકે છે? એક નવો અભ્યાસ દર્શાવે છે કે હાઈ હીલ્સ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI) માં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ઊંચી એડીના ચપ્પલ પહેરવાથી મહિલાઓની ચાલ ધીમી પડી શકે છે, સંતુલન બગડી શકે છે અને ઘૂંટણ અને કરોડરજ્જુ પર વધારાનું દબાણ આવે છે.
