સાપુતારા હિલ સ્ટેશન
ગુજરાતની સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે. સહ્યાદિ પર્વતમાળામાં 1000 મીટર ઉંચાઇ પર સ્થિત સાપુતારામાં ઉળાળામાં પણ તાપમાન લગભગ 30 ડિગ્રીથી ઓછું રહે છે. સાપુતારાનો અર્થ સાપનું ઘર થાય છે. સાપુતારા હિલ સ્ટેશન પર કુદરતી દ્રશ્યો, ગાઢ જંગલો, વન્ય પ્રાણી અને પક્ષીઓ જોવા મળે છે. ઉપરાંત સાપુતારા તળાવ, હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, ડાંગી સંસ્કૃતિ, સનસેટ પોઇટ, સાપુતારા તળાવ, વનસ્પિત ઉદ્યાન, ગિરા ધોધ, સપ્તશૃંગી ગઢ જોવાલાયક સ્થળ છે.
