જો તમે કંપનીમાં કોઈપણ પ્રકારની હિંસા, તોડફોડ અથવા ગંભીર અનુશાસનહીનતા કરી હોય અને તે સાબિત થાય, તો કંપની તમારા ગ્રેચ્યુઇટીના પૈસા રોકી શકે છે. ભલે તમે કેટલા સમયથી નોકરી કરી રહ્યા છો. તમે છેતરપિંડી, ઉચાપત અથવા ગુનાહિત પ્રવૃત્તિમાં દોષિત ઠરશો, તો કંપની ગ્રેચ્યુટી ચૂકવવાનો ઇનકાર કરી શકે છે અને તમને કાનૂની મુશ્કેલીમાં પણ મૂકી શકે છે.
