Final Up to date:
‘ધુરંધર’ મૂવીને રિલીઝ થયાને 2 મહિના થઇ ગયા છે તેમ છતાં ફેન્સનો ક્રેઝ એવોને એવો જોવા મળી રહ્યો છે. હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ ગઇ છે. જો કે આ વચ્ચે ‘ધુરંધર 2’ નાં સેટ પરથી કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
ફિલ્મ નિર્માતા આદિત્ય ઘરની લેટેસ્ટમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારથી બમ્પર કમાણી કરી હતી. જો કે આ મૂવીને શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. ‘ધુરંધર’ મૂવીએ અનેક ફિલ્મનાં રેકોર્ડ તોડ્યા છે. ભારતમાં ‘ધુરંધર’ મૂવીએ 1000 કરોડનું કલેક્શન પાર કરીને ઇતિહાસ રચી દીધો છે. જો કે હવે ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ છે. આ ફિલ્મ 30 જાન્યુઆરી 2026 નાં રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ જેને દર્શકોની વચ્ચે ધૂમ મચાવી દીધી છે. જો કે ન્યૂઝ18 ગુજરાતી કોઇ પુષ્ટી નથી કરતું.
હવે ફિલ્મની સીક્વલને લઇને દર્શકો ઉત્સાહિત છે. રણવીર સિંહનાં ફેન્સ ધુરંધર 2 ને સિનેમાઘરોમાં જોવા માટે તૈયાર છે. આ વચ્ચે ‘ધુરંધર 2’ નાં શૂટિંગની કેટલીક તસવીરો અને વીડિયો ઓનલાઇન લીક થયા છે જે સામે આવ્યા છે. જો કે આ પછી ફિલ્મને લઇને અનેક અટકળો સામે આવી છે.
This leaked picture from the units of Dhurandhar displaying SP Aslam assembly Main Iqbal opens up so many potentialities.
What if Main Iqbal is definitely Bade Sahab himself. And what if Aslam reveals to him that it was Hamza who orchestrated the homicide of Rehman Dakait. Iqbal then… pic.twitter.com/PKzuovgH2W— Fozzy (@fozzywrites) January 31, 2026
તસવીરો અને વીડિયો થયા લીક
5 ડિસેમ્બર 2025 નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ બ્લોકબસ્ટરમાં એક નામ ખૂબ સાંભળવા મળ્યું છે જે છે બડે સાબ. સંજય દત્તનાં કેરેક્ટર એસપી અસલમ ચૌધરીથી લઇને અર્જૂન રામપાલનો રોલ મેજર ઇકબાલ જેવા અનેક મોટા સાબનું નામ સામે આવ્યું હતું. દર્શકોને આશા છે કે ‘ધુરંધર 2’ માં આ ભૂમિકા પરથી પડદો ઉઠી જશે. આ વચ્ચે ‘ધુરંધર 2’ થી એસપી અસલમ અને મેજર ઇકબાલ એટલે કે સંજય દત્ત અને અર્જૂન રામપાલની એક એવી તસવીર વાયરલ થઇ રહી છે જેમાં બન્ને સેટ પર સાથે ઉભા વાતચીત કરતા જોવા મળી શકે છે. આટલું જ નહીં બન્નેનો લુક દમદાર જોવા મળી રહ્યો છે.
Yesterday there was a taking pictures close to my office in Fort, Mumbai.
I imagine it needs to be Dhurandhar 2, but when they already shot the entire film directly, then what really occurred yesterday through the shoot?Possibly a teaser or trailer?
Let’s see. pic.twitter.com/aOH6zlqYdt
— Ashish choudhary (@choudhary0898) January 31, 2026
વાયરલ તસવીરો અને વીડિયોથી હલચલ મચી ગઇ
This leaked picture from the units of Dhurandhar displaying SP Aslam assembly Main Iqbal opens up so many potentialities.
What if Main Iqbal is definitely Bade Sahab himself. And what if Aslam reveals to him that it was Hamza who orchestrated the homicide of Rehman Dakait. Iqbal then… pic.twitter.com/PKzuovgH2W— Fozzy (@fozzywrites) January 31, 2026
સોશિયલ મીડિયા પર જ્યારે સંજય દત્ત અને અર્જૂન રામપાલની આ તસવીર વાયરલ થઇ તો યુઝર્સ અલગ અલગ અનુમાન લગાવી રહ્યાં છે. આ તસવીરો જોયા પછી યુઝર્સનું માનવું છે કે બડે સાબ કોઇ બીજું નહીં પરંતુ પોતે મેજર ઇકબાલ હશે. આમ, વાત કરવામાં આવે તો આ મૂવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
Mumbai,Maharashtra

