‘આ તો પાકિસ્તાનનું અપમાન છે’, ઓસ્ટ્રેલિયન ટીમ પર કેમ ભડક્યો મોઇન ખાન? લગાવ્યા ગંભીર આરોપ

‘આ તો પાકિસ્તાનનું અપમાન છે’, ઓસ્ટ્રેલિયન ટીમ પર કેમ ભડક્યો મોઇન ખાન? લગાવ્યા ગંભીર આરોપ

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

ICC ટી20 વર્લ્ડ કપ 2026 પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી છે. ત્રણ મેચની સિરીઝની પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ 1-0થી લીડ મેળવી લીધી છે.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સીરિઝ
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સીરિઝ

નવી દિલ્હી: ICC ટી20 વર્લ્ડ કપ 2026 પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી છે. ત્રણ મેચની સિરીઝની પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ 1-0થી લીડ મેળવી લીધી છે. આ જીત પછી પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટર્સે ઓસ્ટ્રેલિયન ટીમની ટીકા કરી છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે ઓસ્ટ્રેલિયાએ જાણી જોઈને પાકિસ્તાન પ્રવાસ પર પોતાની નબળી ટીમ મોકલી છે.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોઇન ખાને કહ્યું, “ઓસ્ટ્રેલિયા પોતાના ખેલાડીઓને વર્લ્ડ કપ માટે બચાવી રહી છે, પરંતુ તેનાથી પાકિસ્તાન ક્રિકેટને નુકસાન થઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે, ટીમો માત્ર ઔપચારિકતા પૂરી કરવા આવી રહી છે.” જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાએ પોતાના મોટા ખેલાડીઓ જેમ કે, જોશ હેઝલવુડ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ અને નાથન એલિસને પાકિસ્તાન પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાનો તર્ક છે કે, આ ખેલાડી ઈજામાંથી બહાર આવી રહ્યાં છે અને 7 ફેબ્રુઆરીથી શરૂ થનાર ટી20 વર્લ્ડ કપ પહેલા તેઓને આરામની જરૂર છે.

ઘણા ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, કેટલાક સમયથી SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશ જાણી જોઈને પાકિસ્તાન પ્રવાસ પર પોતાની નબળી ટીમોને મોકલે છે. તેનાથી પાકિસ્તાન ક્રિકેટ ફેન્સનું અપમાન થાય છે. ક્રિકેટ વિશ્લેષક ઓમેર અલવીએ કહ્યું, “તે પહેલા જ મુખ્ય ખેલાડીઓ વગર આવ્યાં છે અને છતાં પણ પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ 11 રમાડી રહ્યાં નથી. આ પાકિસ્તાની ફેન્સનું અપમાન છે.”

આ સમગ્ર મામલે પાકિસ્તાનના પૂર્વ ચીફ સિલેક્ટર્સ હારૂન રશીદે કહ્યું, “આ નવાઈની વાત છે કે, વર્લ્ડ કપની ઠીક પહેલા ભારત જેવી પરિસ્થિતિઓમાં રમવા છતાં તેઓ પોતાના બેસ્ટ ખેલાડીઓને મેદાન પર ઉતારી રહ્યાં નથી. જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ 2022 પછી પહેલી વાર પાકિસ્તાનના પ્રવાસે છે.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *