છોટાઉદેપુર: 40 રૂપિયાનો દારૂ ઢીંચી શાળાની એકદમ નજીક બાળકોની રિસેસ સમયે ટ્રેક્ટર પલટી ખવડાવ્યું!

છોટાઉદેપુર: 40 રૂપિયાનો દારૂ ઢીંચી શાળાની એકદમ નજીક બાળકોની રિસેસ સમયે ટ્રેક્ટર પલટી ખવડાવ્યું!

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

છોટાઉદેપુર જિલ્લામાં દારૂના નશામાં ધૂત એક ટ્રેક્ટર ચાલકની લાપરવાહીને કારણે મોટી જાનહાનિ થતા રહી ગઈ છે. નશામાં ધૂત આ ટ્રેક્ટર ચાલકે શાળાની એકદમ નજીક એ પણ બાળકોની રિસેસના સમયે પોતાનું ટ્રેક્ટર પલટી ખવડાવી દીધું છે.

News18
News18

છોટાઉદેપુર: છોટાઉદેપુરના ઝોઝ વિસ્તારમાં આજે એક યુવકે દારૂના નશામાં બેફામ ટ્રેક્ટર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, નશામાં ધૂત આ ટ્રેક્ટર ચાલકે આશ્રમ શાળાની એકદમ નજીક એ પણ બાળકોની રિસેસના સમયે પોતાનું ટ્રેક્ટર પલટી ખવડાવી દીધું હતું. ત્યારે આ નશાખોર ડ્રાઈવરની આ કરતૂત અનેક બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકતી હતી, જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી મુજબ આ અકસ્માત છોટાઉદેપુરના ઝોઝ ખાતે આવેલી આશ્રમ શાળાથી માત્ર 50 મીટરના અંતરે સર્જાયો હતો. જે સમયે ટ્રેક્ટર પલટી ગયું, તે સમયે શાળામાં બપોરની રિસેસનો સમય હતો અને અનેક નિર્દોષ બાળકો રસ્તાની આસપાસ અવરજવર કરી રહ્યા હતા. જો ટ્રેક્ટર શાળાની દિવાલ કે બાળકો તરફ ગયું હોત તો મોટી દુર્ઘટના ઘટી શકી હોત. જોકે, ટ્રેક્ટર પલટી જવા છતાં ચાલકનો પણ આબાદ બચાવ થયો છે.

ઘટના બાદ જ્યારે સ્થાનિક લોકો એકઠા થયા ત્યારે ટ્રેક્ટર ચાલકની હાલત જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા. ચાલકે જાહેરમાં કબૂલાત કરી હતી કે, તેણે મંડલવા ગામેથી માત્ર રૂ. 40નો દેશી દારૂ પીધો હતો. દારૂના નશામાં ભાન ભૂલેલા ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ટ્રેક્ટર રોડ પર જ પલટી ખાઈ ગયું હતું, આટલું જ નહીં આ અકસ્માતમાં ટ્રેક્ટરનું આગળનું ટાયર આખું છુટ્ટું પડી ગયું હતું.

આમ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, આ દેશી દારૂ ક્યાંથી મળ્યો અને નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો સામે પોલીસ કેમ કડક કાર્યવાહી નથી કરતી, તેવા સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવા તત્વોનો ત્રાસ બાળકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે, ત્યારે હવે આ મામલે પોલીસ શું એક્શન લે છે તે જોવું રહ્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *