Finances 2026, IFSC GIFT Metropolis : બજેટ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ગુજરાતના ગિફ્ટ સિટીમાં રોકાણ આકર્ષવા અને કરવેરા સંબંધિત મોટી ઘોષણાઓ કરી છે. ગુજરાત સ્થિત ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC GIFT Metropolis) ગ્લોબલ ફાઇનાન્સ અને ટ્રેડિંગ હબ બની રહ્યું છે. FM નિર્મલા સીતારમણ બજેટ 2026 ભાષણમાં ગિફ્ટ સિટીના રોકાણકારો માટે ટેક્સ હોલિડે સમયગાળો બમણો કર્યો છે. જેનાથી ગિફ્ટ સિટીમાં મોટા પ્રમાણમાં રોકાણ આકર્ષવામાં મદદ મળશે.
ગિફ્ટી સિટીના રોકાણકારોને લાંબી કર મુક્તિ
કેન્દ્રીય બજેટ 2026 વિશે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઇઓ સંજય કૌલે કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “આ બજેટ ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટરમાંથી કામ કરતી સંસ્થાઓને લાંબાગાળાની ટેક્સ નિશ્ચિતતા પૂરી પાડે છે, જેનાથી દેશની ઓફશોર ફાઇનાન્સિયલ સ્પર્ધાત્મકતાને નોંધપાત્ર બળ મળશે. ટેક્સ ડિડક્શનની મુદ્દત અગાઉના 10 વર્ષથી વધારીને હવે 20 વર્ષ કરવામાં આવી છે અને ત્યારબાદ સ્પષ્ટપણે નિર્ધારિત 15 ટકા ટેક્સ રેટ ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ અને રોકાણકારોને વધુ સ્પષ્ટતા અને અંદાજ પૂરો પાડે છે, જેના આધારે તેઓ લાંબાગાળાના પરિપ્રેક્ષ્યમાં સ્થળની પસંદગી અને મૂડી ફાળવણી સંબંધિત નિર્ણયો લેતાં હોય છે.
નીતિમાં સ્થિરતા ભારતીય અધિકારક્ષેત્રમાં ગિફ્ટ સિટીની વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ફાઇનાન્સિયલ હબ તરીકેની ઉપસ્થિતિને મજબૂત કરે છે તેમજ બેંકો, ફંડ મેનેજર્સ, એક્સચેન્જિસ અને અન્ય IFSC સહભાગીઓના વિશ્વાસમાં વધારો કરે છે. ટ્રેઝરી સેન્ટર્સ માટે ડિમ્ડ ડિવિડન્ડની જોગવાઇઓને તર્કસંગત બનાવવી વધુ એક સકારાત્મક પગલું છે કારણકે તે મલ્ટીનેશનલ ગ્રૂપ માટે સ્ટ્રક્ચરલ ટેક્સ ફ્રિક્શન દૂર કરે છે તેમજ ગિફ્ટ સિટી મારફતે કાર્યક્ષમ ટ્રેઝરી અને ફંડિંગ કામગીરીને સરળ બનાવે છે. આ તમામ પગલાં કામગીરીના સ્કેલ, નિશ્ચિતતા અને નિયામકીય એકરૂપતાં ઇચ્છતી ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટ્રેઝરી કામગીરી માટે ગિફ્ટ સિટીને વધુ આકર્ષક કેન્દ્ર બનાવે છે.”
નાણામંત્રી સીતારમણેએ કેન્દ્રીય બજેટ 2026-27માં ભારતીય મૂળના વ્યક્તિઓ (PIOs) દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી. તેમને ભારતની બહાર રહેઠાણ (Individuals Resident Outdoors India (PROIs) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેથી તેમને GIFT સિટી દ્વારા ભંડોળ રૂટ કરવાને બદલે ભારતમાં સીધા પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ (PMS) માં રોકાણ કરવાની તક મળશે.
આ પણ વાંચો | સુરતનો કાપડ ઉદ્યોગ હરણફાળ ભરશે, બજેટ 2026માં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે 5 મોટી યોજના
આ ફેરફારોના ભાગ રૂપે, PMS માં PROI માટે વ્યક્તિગત રોકાણ મર્યાદા 5% થી વધારીને 10% કરવામાં આવી છે, જે વિદેશમાં સ્થિત ભારતીય રોકાણકારોને ભારતીય કેપિટલ માર્કેટમાં ભાગ લેવા માટે વધુ સુગમતા પ્રદાન કરે છે. ઉપરાંત PMS યોજનામાં PROI દ્વારા રોકાણ પરની કુલ મર્યાદા 10 ટકા થી વધારીને 24% કરવામાં આવી છે, જેનાથી ફંડ મેનેજરોને આ કેટેગરીના રોકાણકારો પાસેથી વધારે વિદેશી મૂડી ભંડોળ સ્વીકારવાની તક મળશે.
