AIની મદદથી સ્તન કેન્સરની ઓળખ સરળતાથી થઈ જશે : દિલ્હી AIIMSમાં રેડિયોલોજી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. કૃતિકાએ જણાવ્યું હતું કે, આશા વર્કર દ્વારા લાવવામાં આવેલા ડેટામાં AI બે મોરચે મદદ કરશે. આમાં પહેલા ડેટા પૂલ અને લક્ષણોના આધારે એ ઓળખી શકાશે કે કઈ મહિલાઓને મેમોગ્રામની જરૂર છે. બીજું, જો AIની મદદથી મેમોગ્રામ કરવામાં આવે તો તે કેન્સરના નાના-નાના લક્ષણો વિશે પણ માહિતી આપશે અને સમયસર રોગની ઓળખ કરી શકાશે.
