Breaking Information : LPG ગેસ અંગે સરકારે લીધો મોટો નિર્ણય, હવે આ લોકોને નહીં મળે સિલિન્ડર – Gujarati Information | LPG Cylinder Govt Stops Provide to PNG Customers Amid Power Disaster

વિડિઓ VIDEO
Spread the love

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે વિશ્વભરમાં ઉર્જા પુરવઠા પર અસર જોવા મળી રહી છે. ભારત પણ આ પરિસ્થિતિથી અછૂત રહ્યું નથી. ખાસ કરીને LPG ગેસ અને ઇંધણના પુરવઠા પર તેનો સીધો પ્રભાવ પડ્યો છે. દેશના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસની અછત જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

1 / 6

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ પણ બંને દેશો વચ્ચે તણાવ યથાવત્ છે. અગાઉ ઈરાને અમેરિકા અને ઈઝરાયલ સાથેના સંઘર્ષ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટને વાણિજ્યિક શિપિંગ માટે બંધ કરી દીધું હતું. ત્યારબાદ અમેરિકાએ પણ નાકાબંધી લાદી હતી. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે ઉર્જા પુરવઠાનો મહત્વનો માર્ગ માનવામાં આવે છે. આ માર્ગ બંધ થતાં ખાડી દેશોમાંથી ક્રૂડ ઓઈલ અને LPG ગેસનો પુરવઠો ગંભીર રીતે પ્રભાવિત થયો છે.

2 / 6

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે LPG ગેસ સિલિન્ડર અંગે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ મુજબ, જે પરિવારો પાસે પહેલેથી PNG એટલે કે પાઇપલાઇન દ્વારા કુદરતી ગેસનું કનેક્શન ઉપલબ્ધ છે, તેમને હવે LPG ગેસ સિલિન્ડર આપવામાં નહીં આવે.

3 / 6

સરકારે સોમવારે આ અંગે સત્તાવાર આદેશ જાહેર કર્યો હતો અને આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં મુકાયો છે. નવા નિયમ અનુસાર હવે કોઈપણ વ્યક્તિ પાસે એક સાથે PNG અને LPG બંને કનેક્શન રાખવાની મંજૂરી નહીં હોય.

4 / 6

સરકારનું માનવું છે કે દેશમાં ઉભી થયેલી ગેસ અછતને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું જરૂરી છે. ઉપલબ્ધ ગેસનો પુરવઠો વધુ જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોંચી શકે તે માટે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

5 / 6

આંકડાઓ મુજબ, વર્ષ 2025 દરમિયાન ભારતની કુલ LPG જરૂરિયાતમાંથી લગભગ 90 ટકા ગેસ મધ્ય પૂર્વના દેશોમાંથી આયાત કરવામાં આવ્યો હતો. પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં આયાત પર મોટી અસર પડી છે. જેના કારણે ભારત સહિત અનેક દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. હાલ સરકાર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ જરૂરી નિર્ણયો લેવામાં આવી શકે છે.

6 / 6

8th Pay Commission : ક્યારથી મળી શકે છે કર્મચારીઓને એરિયર સાથે પગાર ?

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *