BMC Outcomes: ભાજપની પ્રચંડ જીત બાદ સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ થઈ ‘Rasmalai’? જાણો શું છે મામલો

BMC Outcomes: ભાજપની પ્રચંડ જીત બાદ સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ થઈ ‘Rasmalai’? જાણો શું છે મામલો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

BMC Outcomes 2026: મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેના ગઠબંધનને મોટી સફળતા મળી છે. ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (જેને અગાઉ ટ્વિટર કહેવાતું હતું) પર ‘રસમલાઈ’ શબ્દ અચાનક ટ્રેન્ડ કરવા લાગ્યો છે.

 ભાજપની પ્રચંડ જીત
ભાજપની પ્રચંડ જીત

BMC Outcomes 2026: મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેના ગઠબંધનને મોટી સફળતા મળી છે. ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (જેને અગાઉ ટ્વિટર કહેવાતું હતું) પર ‘રસમલાઈ’ શબ્દ અચાનક ટ્રેન્ડ કરવા લાગ્યો છે. આ ટ્રેન્ડનું કારણ તમિલનાડુના ભાજપ નેતા અન્નામલાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરે વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી નિવેદનબાજી છે. આને લઈને ભાજપ નેતાઓએ હવે રાજ ઠાકરે પર નિશાન સાધ્યું છે.

‘રસમલાઈ’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ

મુંબઈમાં BMC ચૂંટણીના પ્રચાર દરમિયાન તમિલનાડુના ભાજપ નેતા અન્નામલાઈએ કહ્યું હતું, મુંબઈ માત્ર મહારાષ્ટ્રનું શહેર નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય શહેર છે. આ વાત પર રાજ ઠાકરેએ અન્નામલાઈની ‘રસમલાઈ’ કહીને મજાક ઉડાવી હતી. MNSના ચીફ રાજ ઠાકરેએ કહ્યું હતું, ‘તમિલનાડુથી એક રસમલાઈ મુંબઈ આવી છે.’ રાજ ઠાકરેએ અન્નામલાઈ પર પણ પ્રહાર કરતા પૂછ્યું, “તમારું અહીં શું કામ છે કે તમે અહીં આવ્યા છો?” રાજ ઠાકરે આટલેથી જ અટક્યા નહીં. તેમણે “લુંગી હટાઓ, બજાઓ…”ના નારા પણ લગાવ્યા. મનસે વડાના આ નિવેદન અને નારાથી રાજકીય હોબાળો મચી ગયો હતો.

રાજ ઠાકરેની ધમકીનો આપ્યો હતો જવાબ

અન્નામલાઈ પર રાજ ઠાકરેની ટિપ્પણી બાદ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ઘણા કાર્યકરોએ મુંબઈ આવ્યા તો પગ કાપી નાખવા સુધીની ધમકીઓ આપી હતી. આ વાતને અન્નામલાઈએ તમિલ લોકોનું અપમાન ગણાવ્યું અને તેમણે ધણકીનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘હું મુંબઈ આવીશ અને જો તમારામાં હિંમત હોય તો મારા પગ કાપીને બતાવો.’

રાજ ઠાકરે પર નેતાઓએ સાધ્યું નિશાન

હવે મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેના ગઠબંધનને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રની મહાનગરપાલિકા ચૂંટણી 2026ના પરિણામોમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અચાનક જ #Rasmalai ટોપ ટ્રેન્ડમાં છે. ભાજપ નેતાઓ સોશિયલ મીડિયા પર રસમલાઈના ફોટા શેર કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેને ટ્રોલ કરી રહ્યા છે.

બેંગ્લોર સેન્ટ્રલના ભાજપ સાંસદ પીસી મોહને એક્સ પર ‘રસમલાઈ’ની તસવીરો શેર કરીને લખ્યું કે, ‘અમે રસમલાઈ મંગાવી. #BMCResults.’ જ્યારે બેંગ્લોર સાઉથના ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ પોસ્ટ કરી કે ‘બીએમસી ચૂંટણીમાં ભાજપ મુંબઈ માટે એક મીઠી રસમલાઈ જીત.’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *