Ambaji Bharti 2026: અંબાજીમાં પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, શું જોઈશે લાયકાત?

Ambaji Bharti 2026: અંબાજીમાં પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, શું જોઈશે લાયકાત?

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Ambaji recruitment 2026: અંબાજી અને આસપાસ રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા વિવિધ પોસ્ટની કુલ ત્રણ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ તમામ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. 

અંબાજી ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. 

Ambaji Bharti 2026 ની મહત્વની માહિતી

સંસ્થા અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળ
પોસ્ટ સર્વેયર, અધિક મદદનીશ ઈજનેર, સેનેટરી ઈન્સ્પેક્ટર
જગ્યા 3
એપ્લિકશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુ
વય મર્યાદા સરકારના ધારાધોરણ પ્રમાણે
ઈન્ટરવ્યુ તારીખ 23 માર્ચ 2026
ઈન્ટરવ્યુ સ્થળ નીચે આપેલું છે

પોસ્ટની વિગતો

પોસ્ટ જગ્યા
સર્વેયર 1
અધિક મદદનીશ ઈજનેર 1
સેનેટરી ઈન્સ્પેક્ટર 1
કુલ 3

શૈક્ષણિક લાયકાત

  • સર્વેયર – સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમાં ઈન સિવિલ ઈન્જીનિયરિંગ ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ તથા કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
  • અધિક મદદનીશ ઈજનેર- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ સિવિલ એન્જીનિયરિંગમાં ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
  • સેનેટરી ઈન્સ્પેક્ટર- સરકાર માન્ય યુનિવર્સિટી- માન્ય સંસ્થામાંથી સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્સમાં ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની વય મર્યાદા સરકારના ધારાધોરણ મુજબ હોવી જોઈએ.

પગાર ધોરણ

આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને નીચે પ્રમાણે ફિક્સ પગાર મળશે.

પોસ્ટ પગાર
સર્વેયર ₹31,340
અધિક મદદનીશ ઈજનેર ₹31,340
સેનેટરી ઈન્સ્પેક્ટર ₹26,000

ભરતીની જાહેરાત

વોક ઈન ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમય

  • તારીખ – 23 માર્ચ 2026
  • સમય – બપોરે 12 વાગ્યે
  • સ્થળ – અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળ અંબાજી, અંબાજી મંદિર પરિસર, મું.પો. અંબાજી, તાલુકો- દાંતા, જિલ્લો બનાસકાંઠા

આ સમાચાર પણ વાંચવા જોઈએ

રસ ધરાવતા ઉમેદવારએ જરૂરી દસ્તાવેજો અને અરજી સાથે આપેલા સરનામા પર નિયત તારીખ અને સમયે હાજર રહેવું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *