ઓટીટી રીલિઝ લિસ્ટ, ફાઇનલ ડેસ્ટિનેશન સિક્વલ થી માસ્ટરપ્લાન આ 9 ફિલ્મ અને વેબ સીરિઝ રીલિઝ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


OTT Launch This Week : ઓટીટી પર આ અઠવાડિયે ભરપૂર મનોરંજન મળશે. 16 ઓક્ટોબરે અલગ અલગ પ્લેટફોર્મ્સ પર 0 ફિલ્મ અને વેબ સીરિઝ રિલિઝ થઇ છે. તેમા ક્યાંક ચોરીની રસપ્રદ કહાણી જોવા મળશે, તો ક્યાંક એવરેસ્ટની ઐતિહાસિક ચઢાણની રોમાંચક દાસ્તાં. જો તમે આ અઠવાડિયે કંઇક નવું જોવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ નવી રીલિઝને તમારી વોચ લિસ્ટમાં સામેલ કરી શકાય છે.

1. માસ્ટરપ્લાન (Masterplan)

OTT પ્લેટફોર્મ : એમેઝોન પ્રાઇમ વીડિયો

આ ક્રાઇમ કોમેડીમાં સ્ટેનલી ટુચી એ રોજર નામના એક ચતુર ચોરની ભૂમિકા ભજવી છે, જેણે હવે ચોરી કરવાનું છોડી દીધું છે. મોનાલિસાનું ચિત્ર ચોરવા માટે તે એક હેકર અને ફ્રાન્સના વિસ્ફોટક નિષ્ણાંતને પોતાની ટીમમાં સામેલ કરે છે. કહાણી ત્યારે ટ્વિસ્ટ આવે છે જ્યારે રોજર કહે છે કે બંને છુટા પડેલા ભાઇ બહેન છે અને તે તેમનો પિતા છે. 

2. ડીસી (DC)

OTT પ્લેટફોર્મ : સોની લિવ

ડીસીમાં લોકેસ કનગરાજ દેવદાસ નામના એક વિદ્રોહી અપરાધીના પાત્રમાં છે. એક લૂંટ દરમિયાન પોલીસ અધિકારીની મોત થઇ જાય છે અને વિદ્રોહી અપરાધી ત્યાંથી નાસી જાય છે. તે ચંદ્રા નામની એક સેક્સ વર્કરની મદદ લે છે, જેનું પાત્ર વામિકા ગબ્બીએ ભજવ્યૂ છે. શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા દેવદાસથી પ્રેરિત આ કહાણી અપરાધની દુનિયાને એક નવા અંદાજમાં રજૂ કરે છે.

3. તેનજિંગ (Tenzing)

OTT પ્લેટફોર્મ : એપ્પલ ટીવી

આ ફિલ્મ શેરપા પર્વતારોહી તેનજિંગ નોર્ગેના જીવન અને 1953માં એડમંડ હિલેરી સાથે તેમના ઐતિહાસિક એવરેસ્ટ પર્વતારોહણની કહાણી દર્શાવે છે. ગેંડેન ફૂંટસોકે તેનજિંગ અને ટોમ હિડલસ્ટને હિલેરીનું પાત્ર ભજવ્યૂં છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે, તેનજિંગ પહાડોથી કેટલું જોડાણ અનુભવે છે, તેમને જીવનમાં કઇ કઇ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને અંગ્રેજોના ભેદભાવ વચ્ચે તેમણે બરાબરીનો હક મેળવવા માટે કેટલો સંઘર્ષ કર્યો હતો.

4. આશા (Aasha)

OTT પ્લેટફોર્મ: Z5

આ મલયાલમ સાઇકોલોજિકલ થ્રિલરમાં ઉર્વશીએ આશા નામની એક વિધવા સ્ત્રીનું પાત્ર ભજવ્યં છે, જે તેના ભૂતકાળથી પરેશાન છે. એક કાર દુર્ઘટના બાદ તેના જીવમાં ઘણી મુશ્કેલીઓ સર્જાય છે. આ દમરિયાન તેની મુલાકાત ગુસ્સો સ્વાભાવ વાળા જીમોનથી થાય છે, જેની ભૂમિકા જોજૂ જોર્જે ભજવી છે. રોડ પર નાની વાત મોટા વિવાદનું કારણ બની જાય છે અને મામલો ખતરનાક બની જાય છે.

5. મની ટ્રેપ : ધ કારૂન ટ્રેઝર (Cash Lure: The Karun Treasure)

OTT પ્લેટફોર્મ : નેટફ્લિક્સ

ઢગ આસિમ નોયાના એક એવો રહસ્યમયી નક્શો હાથ લાગે છે, જે તેના કારુનના પ્રખ્યાત ખજાના સુધી લઇ જઇ શકે છે. આ ખજાનો મેળવવા માટે તે પોતાના જુના સાથીઓને ફરી એક્ઠાં કરે છે અને એક છેલ્લી લૂંટ કરવાની યોજના બનાવે છે. પરંતુ ખજાના પર ઘણા લોકોની નજર હોય છે. ઘણી ખતરનાક ગેંગ અને અન્ય દેશોના ખજાના શોધનાર લોકો પણ તેનો પીછો કરે છે. યિલમાજ અર્દોઆનની આ કહાણી ખજાના શોધ સાથે લૂંટ, ષડયંત્ર અને ઘણી ધમાલ જોવા મળે છે.

6. સૈક્રિફાઇસ (Sacrifice)

OTT પ્લેટફોર્મ : લાયંસગેટ પ્લે

ગ્રીસના સુનસાન ટાપુ પર એક અબજપતિ અે તેની પોપ સ્ટાર પત્ની ચેરિટી કાર્યક્રમ રાખે છે. પરંતુ આ કાર્યક્રમમાં તે સમયે ખલેલ પડે છે, જ્યારે જોનની આગેવાનીમાં આવે એક ઉગ્રવાદી સમૂહના લોકો મહેમાનોને બંધક બનાવે છે. તેઓ માને છે કે, દુનિયાને તબાહીથી બચાવવા માટે કોઇ માણસની બલિ આપવી જરૂરી છે. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત લોકો પોતાની જાન બચાવવા માટે સંઘર્ષ કરે છે. આ કટાક્ષ અને રોમાંચથી ભરપૂર થ્રિલરમાં અન્યા ટેલર જોય, ક્રિસ ઇવાંસ, વિન્સેંટ કેસેલ અને સલમા હાયેક જેવા કલાકારો છે.

7. એન્ના વિલાઇ (Enna Vilai)

OTT પ્લેટફોર્મ : નેટફ્લિક્સ

રામેશ્વરમમાં રહેતા થવાસી મુથુ દરિયામાંથી સિક્કા કાઢીને પોતાના પરિવારનું ગુજરાન કરે છે. તેની ઇચ્છા હોય છે કે, તેના બાળકોને સારું શિક્ષણ મળે અને તેની જીંદગી સુખી થાય. એક દિવસ તેને દરિયા માંથી સોનાનું એક પેન્ડેંટ મળે છે. તે પોતાની પાસે રાખવાના બદલે પોલીસ અધિકારીને આપે છે, પરંતુ આ ઇમાનદારી જ તેની મુશ્કેલી બની જાય છે. તેના પરિવારની આબરૂ અને શાંતિ જોખમમાં મુકાય છે. આવામાં એક અધિકારી હકીકત સામે લાવવામાં તેની મદદ કરે છે.

8. ઇવલ ડેડ બર્ન (Evil Useless Burn)

OTT પ્લેટફોર્મ : નેટફ્લિક્સ 

હોરર ફિલ્મમાં શોખીન માટે ઇવલ ડેડ બપર્ન એક સારી મૂવી છે. સેબેસ્ટિયન વેનિસેકના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની કહાણી એલિસ નામની મહિલાની છે, જેના પતિનો મોત થઇ જાય છે. ત્યારબાદ તે તેના સાસરાવાળા સાથે રહેવા જાય છે. પરંતુ ત્યાં કઇ પણ સામાન્ય નથી હોતું. ધીમે ધીમે અજીબોગરીબ ઘટના બનાવે લાગે છે, જે એલિસની જીંદગી ખતરનાક વળાંક પર લાવે છે.

9. ફાઇનલ ડેસ્ટિનેશન બ્લડલાઇન્સ (Remaining Vacation spot Bloodlines)

OTT પ્લેટફોર્મ : નેટફ્લિક્સ 

જો તમને એવી હોરર ફિલ્મ જોવી પસંદ છે, જેમા દરેક ક્ષણે મોતનો ડર રહે છે, તો ફાઇનલ ડેસ્ટિનેશન બ્લડલાઇન્સ જોવી જોઇએ. જૈક લિપોવ્સ્કી અને એડમ સ્ટીનના નિર્દેશનમાં બનેલી

આ પણ વાંચો | યામી ગૌતમની નયી નવેલી ફિલ્મ રિવ્યૂ 

આ ફિલ્મ ફાઇનલ ડેસ્ટિનેશન ફ્રેન્ચાઇઝીનો છઠ્ઠો પાર્ટ છે. વર્ષ 2025માં થિયેટરોમાં રીલિઝ થયેલી આ સુપરનેચરલ હોરર ફિલ્મમાં એક વાર ફરી કિસ્મત, મોત અને તેનાથી બચવાના પ્રયત્નોની કહાણી જોવા મળે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *