મોરબીમાં રોડ અકસ્માતનો એક હૃદયદ્રાવક CCTV વીડિયો સામે આવ્યો છે. માળિયા-કચ્છ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ઘેટાં-બકરાંના ટોળાને એક ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 23 ઘેટાં અને 2 બકરાંના મોત થયા હતા, જ્યારે 30 ઘેટાં ઘાયલ થયા હતા. પશુઓના માલિકે માળિયા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાનો CCTV વીડિયો પણ હવે સામે આવ્યો છે.
આ ઘટના માળિયા પોલીસ સ્ટેશનની હદમાં બની છે. કચ્છ જિલ્લાના ભચાઉ વિસ્તારના જંગી ગામના રહેવાસી વિભાભાઈ રબારી તેમના ઘેટાં-બકરાં ચરાવી રહ્યા હતા ત્યારે માળિયા નેશનલ હાઈવે પર ટ્રકે ટોળાને ટક્કર મારી હતી. પોતાની ફરિયાદમાં વિભાભાઈએ ટ્રક ચાલક ઉસ્માન મોહમ્મદ રમઝાન નાઈચ પર બેફામ ગતિએ વાહન ચલાવી પશુઓને ટક્કર મારવાનો આરોપ મૂક્યો છે. ટક્કર એટલી જોરદાર હતી કે 23 ઘેટાં અને ૨ બકરાંના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ગુજરાત-કચ્છ-મોરબી હાઈવે પર રોડ અકસ્માત ટ્રક ચાલકની બેદરકારીભરી ડ્રાઇવિંગને કારણે 25 જેટલા પશુઓના મોત #RoadAccident #Gujarat #Information https://t.co/wnD6YOd1nr
— Rakesh Parmar 🇮🇳 (@DRakesh1011) October 8, 2026
30 ઘેટાં ઘાયલ થયા હતા. અકસ્માત બાદ રસ્તા પર ઘાયલ અને મૃત પશુઓની તસવીરો સામે આવી હતી અને ઘટનાનો CCTV વીડિયો વાયરલ થયો હતો. પોલીસ હવે વીડિયો અને ફરિયાદના આધારે મામલાની તપાસ કરી રહી છે. વિભાભાઈ રબારીના જણાવ્યા અનુસાર, તેમને અંદાજે ₹60,000 થી ₹65,000 નું આર્થિક નુકસાન થયું છે. તેમના માટે આ માત્ર પશુઓ નહોતા. ઘેટાં-બકરાં ચરાવવા એ તેમનો ગુજરાન ચલાવવાનો મુખ્ય વ્યવસાય છે.
એક જ અકસ્માતે તેમને ક્ષણભરમાં મોટું નુકસાન પહોંચાડ્યું. આ મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે. માળિયા પોલીસે ફરિયાદ નોંધીને ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. અધિકારીઓએ અકસ્માતના સંજોગોની તપાસ કરી રહ્યા છે અને ટક્કર કેવી રીતે થઈ તેની ચકાસણી કરી રહ્યા છે. CCTV ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે. રસ્તા પર આગળ વધતું ઘેટાં-બકરાંનું ટોળું, પૂરપાટ ઝડપે આવતી ટ્રક અને પછી માત્ર થોડી સેકન્ડોમાં 25 પશુઓના મોત. પ્રશ્નો હજુ પણ એ જ છે કે તે સમયે ટ્રક કેટલી ઝડપે જઈ રહી હતી અને આ ટક્કર કેવી રીતે થઈ? આ પ્રશ્નોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
