Dubai-Tel Aviv Flight Updates : દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની એક ફ્લાઇટ કોકપિટમાં થયેલા હિંસક ઝઘડા બાદ સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી હતી. ઈઝરાયેલે પુષ્ટિ કરી છે કે આ ઘટના હાઈજેકિંગની ન હતી.
સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરનારી ઈઝરાયેલ જતી ‘ફ્લાયદુબઈ’ (flydubai) ફ્લાઇટમાં સવાર એક મુસાફરે ‘ચેનલ 12’ને ત્યાં સર્જાયેલી અંધાધૂંધીભરી સ્થિતિ વિશે જણાવ્યું હતું. એક અનામી મહિલાએ ટેક્સ્ટ મેસેજ દ્વારા નેટવર્કને કહ્યું કે અમે વિમાનમાં ચીસો સાંભળી હતી. પછી કોકપિટનો દરવાજો ખોલવામાં આવ્યો અને અમને લોહી દેખાયું; કોઈકે પાઇલટને પોકેટ-નાઇફ (નાના ચપ્પુ) વડે ઘા માર્યો હતો. માનવામાં આવે છે કે બંને પાઇલટ્સ વચ્ચે હિંસક ઝઘડો થયો હતો.
મહિલાએ જણાવ્યું કે ઈઝરાયેલી મુસાફરોએ ક્રૂ મેમ્બર્સ સાથે મળીને હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. તે કહે છે અમે ‘શેમા યિશરાએલ’ (યહૂદી પ્રાર્થના) ની પ્રાર્થના કરી. એવી ક્ષણો પણ આવી જ્યારે અમને લાગ્યું કે અમે જીવતા બચી શકીશું નહીં.
નોઆમ તરીકે પોતાની ઓળખ આપતી અન્ય એક મહિલાએ કહ્યું કે વિમાનમાં ચીસો સંભળાવવા લાગી હતી. એવા મુસાફરો તરફથી જેમને ખ્યાલ આવી ગયો હતો કે શું થઈ રહ્યું છે. અમને જાણવા મળ્યું છે કે એક પાઇલટને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેના કારણે વિમાન પરનો કંટ્રોલ ખોવાઈ ગયો હતો. વિમાન ઝડપથી નીચેની તરફ (ડાઇવ કરવા) જવા લાગ્યું હતું. તે ખૂબ જ ભયાનક હતું.
Moments of panic on the aircraft pic.twitter.com/AeM8JWukrT
— Amit Segal (@AmitSegal) September 30, 2026
પાયલોટો વચ્ચેની ‘હિંસક ઘટના’ બાદ ફ્લાયદુબઈનું વિમાન સાઉદી અરેબિયામાં ઉતર્યું
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની એક ફ્લાઇટે કટોકટીની સ્થિતિનો સંકેત આપવામાં આવ્યો હતો, તે થોડીવાર પહેલાં જ સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ઉતરી હતી. ‘ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ’ના અહેવાલ મુજબ ઈઝરાયેલી સુરક્ષા સૂત્રોએ જણાવ્યું છે કે ફ્લાઇટમાં સવાર પાયલોટો વચ્ચે થયેલા ઝઘડાને કારણે કટોકટીનો સંકેત આપવામાં આવ્યો હતો.
UNSC માં ભારત-બ્રાઝિલને કાયમી સીટ આપવા માગ, આતંકવાદ મુદ્દે પાકિસ્તાન અને ગાઝા પર ઈઝરાયેલને ફટકાર
આ ઘટના હાઈજેકિંગ ન હતી : ઈઝરાયેલના વડાપ્રધાનના પ્રવક્તા
ઈઝરાયેલના વડાપ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટના હાઈજેકિંગ ન હતી. ‘ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ’ના અહેવાલ મુજબ વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ઈઝરાયેલી મુસાફરોને સુરક્ષિત રીતે ઈઝરાયેલ પાછા લાવવા માટે હાલમાં તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
