સુરતમાં આવેલી સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ ભોજન અને પાયાની સુવિધાઓને લઈને ભારે હોબાળો મચાવ્યો છે. હોસ્ટેલની મેસમાં પીરસવામાં આવતા ખોરાકમાંથી કીડા અને જીવાતો નીકળતા વિદ્યાર્થિનીઓનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. મોડી રાત્રે જ હોસ્ટેલ પરિસરમાં એકઠી થયેલી વિદ્યાર્થિનીઓએ રામધૂન ગાઈને તંત્રની નિષ્ક્રિયતા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી હતી.
ભોજન અને પાણીની સમસ્યાને લઈને નારાજગી
હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે ભોજન અને પીવાનું પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો મહત્વપૂર્ણ છે. પરંતુ આ બાબતોમાં પણ મુશ્કેલી પડતી હોવાના આક્ષેપો વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યા છે. ભોજન અંગેની ફરિયાદો તેમજ પાણીની વ્યવસ્થાને લઈને પણ વિદ્યાર્થીનીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો.
Surat, Gujarat: Women stage protest on the government-run Samras Women’ Hostel close to Veer Narmad South Gujarat College over poor-quality meals, water scarcity and lack of cleanliness. They increase slogans in opposition to the hostel administration and sing Ramdhun. pic.twitter.com/FEar6Wawud
— IANS (@ians_india) September 1, 2026
વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને નિયમિત રીતે યોગ્ય સુવિધાઓ મળવી જોઈએ અને તેમની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવવી જોઈએ. સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે.
સાફ-સફાઈને લઈને પણ સવાલો
વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલની સાફ-સફાઈ અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે. હોસ્ટેલ જેવી જગ્યાએ સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી હોવા છતાં સફાઈની વ્યવસ્થાને લઈને મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને સ્વચ્છ અને યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે નિયમિત સફાઈ અને જરૂરી જાળવણી થવી જોઈએ.
આ પણ વાંચો: સુરતમાં જાહેરમાં હથિયારો સાથે ઉત્પાત મચાવનારા 6 અસામાજિક તત્વોને ડીંડોલી પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
રજૂઆતો બાદ પણ ઉકેલ નહીં આવતા ધરણાં
વિદ્યાર્થિનીઓના આક્ષેપ મુજબ વિવિધ સમસ્યાઓ અંગે અગાઉ પણ જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જોકે સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ ન આવતા વિદ્યાર્થિનીઓમાં રોષ વધ્યો હતો. આખરે આજે વિદ્યાર્થિનીઓએ એકસાથે ધરણાં પર બેસીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ધરણાંના કારણે યુનિવર્સિટી કેમ્પસમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
