સપ્ટેમ્બર 2026 મહિનાના તહેવાર અને ખાસ દિવસો, તારીખ સાથે જુઓ સંપૂર્ણ યાદી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


September 2026 : સપ્ટેમ્બર મહિનો બહુ ખાસ રહેવાનો છે, કારણ કે આ મહિનામાં ઉપવાસ, તહેવારો અને ઘણા મહત્વપૂર્ણ દિવસો આવી રહ્યા છે. મહિનાની શરૂઆત શ્રી કૃષ્ણ જન્માષ્ટમીથી થશે અને ત્યારબાદ કેવડા તીજ, ગણેશ ચતુર્થી, વિશ્વકર્મા પૂજા અને રાધા અષ્ટમી જેવા મોટા તહેવારો આવશે. મહિનાના અંત અનંત ચતુર્દશી સાથે ગણેશ વિસર્જન થશે. ત્યારબાદ પિતૃપક્ષ શરૂ થશે.

ધાર્મિક તહેવારો ઉપરાંત સપ્ટેમ્બરમાં શિક્ષક દિવસ, હિન્દી દિવસ અને એન્જિનિયર્સ ડે જેવા ખાસ દિવસો પણ આવશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે સાક્ષરતા, ઓઝોન સ્તર, શાંતિ, પ્રવાસન સંબંધિત મહત્વપૂર્ણ દિવસો ઉજવવામાં આવશે. એટલે કે જો તમે ઉપવાસના તહેવારોથી લઈને ખાસ દિવસો સુધીનું આખું કેલેન્ડર એક જ જગ્યાએ જોવા માંગતા હોવ તો સપ્ટેમ્બર 2026ની આ યાદી તમારા કામમાં આવી શકે છે.

સપ્ટેમ્બર 2026 સંપૂર્ણ કેલેન્ડર

1 થી 6 સપ્ટેમ્બર: મહિનાની શરૂઆતમાં તહેવારો અને ખાસ દિવસો

  • 2 સપ્ટેમ્બર – વિશ્વ નાળિયેર દિવસ
  • 4 સપ્ટેમ્બર – શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
  • 5 સપ્ટેમ્બર – શિક્ષક દિવસ, આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ

7 થી 13 સપ્ટેમ્બર: સાક્ષરતાથી વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ સુધી

  • 7 સપ્ટેમ્બર – આજા એકાદશી, બ્રાઝિલિયન સ્વતંત્રતા દિવસ
  • 8 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ
  • 10 સપ્ટેમ્બર – વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ
  • 11 સપ્ટેમ્બર – રાષ્ટ્રીય વન શહીદ દિવસ
  • 13 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ.

14 થી 20 સપ્ટેમ્બર: તહેવારોનું સૌથી ખાસ સપ્તાહ

  • 14 સપ્ટેમ્બર – કેવડા ત્રીજ, ગણેશ ચતુર્થી, હિન્દી દિવસ,
  • 15 સપ્ટેમ્બર – એન્જિનિયર્સ ડે (ભારત), આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ
  • 16 સપ્ટેમ્બર – વિશ્વ ઓઝોન દિવસ
  • 17 સપ્ટેમ્બર – વિશ્વ દર્દી સલામતી દિવસ, વિશ્વકર્મા પૂજા 
  • 19 સપ્ટેમ્બર – રાધા અષ્ટમી, આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ

21 થી 27 સપ્ટેમ્બર: શાંત દિવસ થી પિતૃ પક્ષ સુધી

  • 21 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ, વિશ્વ અલ્ઝાઇમર દિવસ 
  • 22 સપ્ટેમ્બર – પરિવર્તનિની એકાદશી
  • 23 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ 
  • 25 સપ્ટેમ્બર – અનંત ચતુર્દશી, ગણેશ વિસર્જન 
  • 26 સપ્ટેમ્બર – ભાદરવી પૂનમ
  • 27 સપ્ટેમ્બર – પિતૃ પક્ષ શરૂ, વિશ્વ પ્રવાસન દિવસ

28 થી 30 સપ્ટેમ્બર: મહિનાના છેલ્લા ખાસ દિવસો

  • 28 સપ્ટેમ્બર – વિશ્વ હડકવા દિવસ 
  • 29 સપ્ટેમ્બર – વિશ્વ હૃદય દિવસ 
  • 30 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ

ગુજરાતના 5 પ્રખ્યાત કૃષ્ણ મંદિર, જ્યાં દર્શન માત્રથી ધન્ય થાય છે શ્રદ્ધાળુઓ

જન્માષ્ટમી પર લોકો કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા જાય છે. જો તમે પણ કૃષ્ણ ભક્ત છો તો જન્માષ્ટમી પર ગુજરાતના પ્રખ્યાત 5 કૃષ્ણ મંદિરોમાં દર્શન કરવા જોઇએ. અહીં દર્શન કરવાથી ભક્તો ધન્યતા અનુભવે છે. વાંચો સંપૂર્ણ અહેવાલ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *