દુલીપ ટ્રોફી : વૈભવ સૂર્યવંશીએ 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Vaibhav Sooryavanshi : વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરે પોતાનું કદ એવું બનાવી લીધું છે કે જ્યારે તે મેદાન પર ઉતરે છે ત્યારે તે કોઇના કોઇ રેકોર્ડ પોતાના નામે કરી લે છે. આવી જ સિદ્ધિ દુલીપ ટ્રોફીમાં પણ મેળવી છે. સેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલ મેચમાં વૈભવે 81 બોલમાં 7 ફોર અને 7 સિક્સર સાથે 92 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. આ ટૂર્નામેન્ટમાં આ તેની પહેલી અડધી સદી છે. આ સાથે વૈભવે 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ અને 157 દિવસની ઉંમરે દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારી હતી. તે આ ટૂર્નામેન્ટમાં અડધી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બન્યો છે. તેણે 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અગાઉ આ રેકોર્ડ 1969માં લક્ષ્મણ સિંહના નામે હતો. લક્ષ્મણે 16 વર્ષ અને 23 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. હવે વૈભવે 57 વર્ષ પછી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે

દુલીપ ટ્રોફીમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારનાર પ્લેયર

  • વૈભવ સૂર્યવંશી (2026): 15 વર્ષ 157 દિવસ
  • લક્ષ્મણ સિંહ (1969): 16 વર્ષ 23 દિવસ
  • પીયુષ ચાવલા (2025): 16 વર્ષ 307 દિવસ

વૈભવ સૂર્યવંશી દુલીપ ટ્રોફી પહેલા ઘણા પ્રસંગે સૌથી યુવા ખેલાડી હોવાનો રેકોર્ડ બનાવી ચુક્યો છે. આ વર્ષે તેણે 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરીને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. વૈભવે તાજેતરમાં જ ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

ત્યારબાદ તેણે ઝિમ્બાબ્વે પ્રવાસ પર બે અડધી સદી ફટકારીને પોતાની બેટિંગ કુશળતા દર્શાવી હતી.તેને ત્યાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો. જેના કારણે તે આ સિદ્ધિ મેળવનાર સૌથી નાની ઉંમરનો ભારતીય ખેલાડી બન્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *