તકિયાનું રુ દબાઇ ગયું છે, આ ઘરેલું ઉપાયની મદદથી સોફ્ટ બનાવો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Tricks to Make Pillow Fluffy : દિવસભરનો થાક દૂર કરવા માટે મુલાયમ તકિયા પર માથું રાખીને સૂવાથી અલગ જ આરામ મળે છે. પરંતુ જો તકિયું એકદમ ચીપકી ગયું હોય અથવા સપાટ હોય તો પછી કોઈ આરામ મળતો નથી. મહિનાઓ કે વર્ષો સુધી રોજિંદા ઉપયોગને લીધે એક મુલાયમ, મોંઘું અને સારું તકિયું પણ થોડા સમય પછી ચીપકી જાય છે. જેનો ઉપયોગ કરવાનું મન થતું નથી. જોકે તમે કેટલાક ઘરેલું ઉપયોગની મદદથી તમારા જૂના ચીપકી ગયલા તકિયાને ફરીથી સોફ્ટ અને રુંવાટીવાળું બનાવી શકો છો.

જો તમારા ઘરમાં પણ સપાટ અથવા ચીપકી ગયેલું ઓશીકું છે તો તેને હટાવવાની જરૂર નથી. અહીં ઉલ્લેખિત કેટલીક સરળ પદ્ધતિઓની મદદથી તમે ઓશીકું સોફ્ટ અને ફુલેલું બનાવી શકો છો.

તકિયા શા માટે દબાઇ જાય છે

જ્યારે તકિયાનું રું જૂનું થાય છે ત્યારે તે દબાઈ જાય છે. જેના કારણે તકિયું ચીપકી જાય છે અને તેમાં ગાંઠ પડી જાય છે. દરરોજ રાત્રે અને દિવસ દરમિયાન તકિયા પર પડતું દબાણ, ગરમી, ભેજ અને તેલને કારણે તકિયામાં ભરેલું રું દબાઈ જાય છે. રું ના ટુકડા એકબીજા સાથે ચોંટી જાય છે. 

ડ્રાયરનો ઉપયોગ કરવો

ઓશીકું ફરીથી રુંવાટીવાળું બનાવવા માટે ડ્રાયરનો ઉપયોગ કરી શકાય છે. આ એક અસરકારક પદ્ધતિ સાબિત થઈ શકે છે. આ માટે અલગ-અલગ મોજામાં બેથી ત્રણ ટેનિસ બોલ મૂકી તેમા ગાંઠ વાળી લો. જેથી બોલ બહાર ન આવે. હવે તેને તકિયા સાથે ડ્રાયરમાં મૂકીને  લગભગ 15 થી 20 મિનિટ સુધી ડ્રાયર ચલાવો. 

હવે તકિયું બહાર કાઢો અને તેમાં દબાયેલા કે ચીપકી ગયેલા ગુચ્છોને તમારા હાથથી અલગ કરો. ડ્રાયરની અંદર તકિયું સતત ફરવાને કારણે તેની અંદરનું રું ઢીલું થઈ શકે છે. સાથે બોલ તકિયાની અંદરના ગુચ્છાને અલગ કરવામાં મદદ કરી શકે છે. આનાથી તકિયું પહેલાની તુલનામાં મોટા પ્રમાણમાં ફુલેલું દેખાઈ શકે છે. ડ્રાયરમાં મેમોરી ફોમ, લેટેક્સ અથવા બકવ્હીટથી બનેલા તકિયા ના મૂકો.

તડકામાં બહાર રાખો

તકિયાને ફરીથી ફુલેલું બનાવવા માટે તેને તડકો અને તાજી હવામાં રાખી શકો છો. જો તકિયામાં કવર લગાવેલું છે, તો તેને દૂર કરો. આ પછી તકિયાને લગભગ 2-4 કલાક સુધી સીધા સૂર્યપ્રકાશમાં રાખો. વચ્ચે એક વાર તેને ફેરવો. સૂર્યપ્રકાશ અંદરના ભેજને સૂકવશે અને અંદરના રુ ના ભરાવને અલગ અને ફેલાવો કરવામાં મદદ કરશે. જો તકિયું મેમોરી ફેમ અને લેટેક્સના હોય તો પછી તેમને છાંયડાવાળી અને હવાની અવરજવરવાળી જગ્યાએ મૂકવું વધુ સારું છે.

તકિયાને મસાજ કરો

જો તકિયું વધુ ચીપકેલું ના હોય તો તેને હળવા મસાજ દ્વારા સુધારી શકાય છે. આ માટે સૌ પ્રથમ તકિયું જમીન પર મૂકો. તકિયાની અંદર રહેલા મટિરિયલ અથવા રુ ને બંને હાથથી દબાવો. કિનારીથી શરુ કરો અને ધીમે ધીમે મધ્ય તરફ આગળ વધો. જ્યાં રુ વધારે દબેલી હોય ત્યાં તેને આંગળીઓની મદદથી અલગ કરો. આ પછી તકિયાને સીધું ઉભું કરો અને તેને સારી રીતે હલાવો.

ડિસ્ક્લેમર : આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ કોઈ પણ રીતે લાયક વ્યાવસાયિક અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાતની સલાહ લો. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *