Jharkhand College students Protest : ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હેમંત સોરેન સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય કેબિનેટની વિશેષ બેઠકમાં આઉટસોર્સ એજન્સી ટીએસઆર ડેટા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ (TDPL) દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓ, જાહેર કરાયેલા પરિણામો અને પસંદગીના ઉમેદવારોને લગતી સંપૂર્ણ પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં JSSC-CGL ની પરીક્ષા પણ સામેલ છે.
મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે ટીડીપીએલ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ, પ્રકાશિત પરિણામો, પસંદ કરેલા ઉમેદવારો અને તેના દ્વારા હાથ ધરવામાં આવેલી અન્ય પ્રવૃત્તિઓ રદ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણય બાદ ભરતી પરીક્ષાઓ માટે આંદોલન કરી રહેલા ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે.
JSSC-CGL પણ રદ કરી
હેમંત સોરેને કેબિનેટના અન્ય એક નિર્ણયની માહિતી આપતા કહ્યું કે આજે કેબિનેટે JSSC-CGL ને પણ રદ કરવાનો નિર્ણય લીધો. ઉમેદવારો લાંબા સમયથી JSSC-CGL પરીક્ષાથી નાખુશ હતા. પરીક્ષા અને ભરતી પ્રક્રિયા અંગે ઉઠતા પ્રશ્નો વચ્ચે, સરકારના આ નિર્ણયથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓમાં ખુશી ફેલાઈ ગઈ છે. JPSC-JSSC ઉમેદવારો આ નિર્ણય બાદ ભાવુક થઈ ગયા અને તેને તેમની માંગણીઓ માટે મોટી જીત ગણાવી હતી.
#WATCH | Ranchi: Jharkhand CM Hemant Soren says, “Addressing all features of the problem, we now have determined to cancel every thing related to TDPL—together with the examinations performed, the outcomes printed, the candidates chosen or who participated, and all different actions… pic.twitter.com/ZVeZ1j8j61
— ANI (@ANI) August 17, 2026
ભારતે શહજાદ ભટ્ટીના નેટવર્ક પર કડક કાર્યવાહી કરી, 14 રાજ્યોમાંથી 250થી વધુ ઓપરેટિવની ધરપકડ
2014થી અત્યાર સુધીની તમામ ગેરરીતિઓની તપાસ
મુખ્યમંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે તપાસનો ગાળો તાજેતરની પરીક્ષાઓ સુધી મર્યાદિત રહેશે નહીં. તેમણે કહ્યું કે 2014 થી થયેલી બધી નાની અને મોટી ભૂલોની અને અનિયમિતતાઓની તપાસ કરવામાં આવશે. હેમંત સોરેને કહ્યું કે 2014 થી થયેલી બધી નાની અને મોટી ભૂલો, જે કોઈ પણ વ્યક્તિએ કરી હોય બધાની તપાસ કરવામાં આવશે.
