આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર સંપત્તિના મામલે એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાઈકોર્ટમાંથી આગોતરા જામીન નામંજૂર થયા બાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની મદદથી શેલા ખાતે આવેલા બહેનના ઘરેથી તેમની અટકાયત કરાઈ છે.
કેતકી વ્યાસ સામે વર્ષ 2023થી તપાસ ચાલી રહી હતી. તપાસ દરમિયાન તેમની કાયદેસરની આવક કરતાં 68.84 ટકા એટલે કે ₹3.67 કરોડથી વધુની મિલકતો વધારે હોવાનું સામે આવ્યું છે.
કેતકી વ્યાસ કારકિર્દી
કેતકી વ્યાસ તેઓ સૌપ્રથમ 2001માં ચીફ ઓફિસર તરીકે જોડાયા હતા. ત્યાર બાદ મામલતદાર અને નાયબ અધિક કલેક્ટર બન્યા હતા.
પૂર્વ અધિક કલેકટર કેતકી વ્યાસ ની ધરપકડ, આણંદ ખાતે ફરજ બજાવતા હતા.
અપ્રમાણસર સંપતિ મામલે 2023 માં તપાસ શરૂ કરવામાં આવેલ
કાયદેસરની આવક પ્રમાણે જાવક 68.84 ટકા ની મિલકતો વધારે જણાવી.
3 કરોડથી વધુ કિંમતની મિલકતો વધુ જણાવી હતી , જે બાબતે ACB એ તપાસ આગળ વધારી હતી #GujaratACB#ACBpic.twitter.com/AIRWIPg5BU
— IEGujarati (@IeGujarati) August 13, 2026
એવી પણ માહિતી સામે આવી છે કે, કેતકી વ્યાસે પોતાના કુટુંબના 24 જેટલા બેંક એકાઉન્ટમાં જુદી જુદી રકમો ટ્રાન્સફર કરી હતી. મોટાભાગની મિલકતો માતા-પિતાના નામે વસાવવામાં આવી છે. ત્યાં જ વર્ષ 2012થી 2023 સુધીમાં ₹78.23 લાખના કુલ પગાર સામે તેમણે માત્ર ₹15.90 લાખ જ રસોડા ખર્ચ તરીકે દર્શાવ્યો હતો, જ્યારે દર વર્ષે તેમનો ખર્ચ પગાર કરતાં વધુ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જાહેર થયું ઓરેન્જ અને યલો એલર્ટ
હાલમાં એસીબી દ્વારા તેમની બેંકના વ્યવહારો, જમીન-મિલકતો અને વાહનો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, કેતકી વ્યાસ સૌપ્રથમ ચીફ ઑફિસર તરીકે 2001 માં જોડાયા હતા બાદમાં મામલદાર, પછી નાયબ અધિક કલેક્ટર એમ કરીને તમામ જે આવક થઈ છે તે પ્રમાણે તપાસ કરવામાં આવી છે . જેમાં અત્યાર સુધીમાં જમીન, વાહન, ફ્લેટ તમામની તપાસ કરાઈ છે. કેતકી વ્યાસના પતિ DYSP પોરબંદર છે અને તેમની દીકરી વિદેશમાં ભણી રહી છે અને પિતા પણ બુક સ્ટોર ચલાવે છે.
પગાર કરતા વધારે ખર્ચો
કેતકી વ્યાસે પોતાના કુટુંબના 24 એકાઉન્ટમાં જુદી જુદી રકમો એડ કરેલી, જેમાં જીવન નિર્વાહ માટે સરકારી કામદારને પોતાના પગારમાંથી 30 ટકા રસોડા ખર્ચ કાઢવાનો હોય છે ત્યાલે 2012 માં 3.99 લાખના પગારમાંથી9 લાખ ખર્ચ છે. આમ દર વર્ષે તેમના પગાર કરતાં વધારે જ ખર્ચ હતો. 2012 થી 23 સુધીમાં કુલ 78.23 લાખ પગારમાં 15.90 લાખ જ રસોડા ખર્ચ દેખાડ્યો હતો. જેમાં એસીબીને શંકા ગઈ હતી. જે બાદ તપાસ કરતા 3.67 કરોડની સંપતિ વધારે જણાય હતી.
