પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બુકના વિમોચન પ્રસંગે ભાવુક થયા પીએમ મોદી, કહ્યું – હું મારી માતાની ખોટ અનુભવું છું

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


PM Modi Ebook Launch Occasion :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વિજ્ઞાન ભવનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું વિમોચન કર્યું હતું. તેનું શીર્ષક ‘ટ્રાયમ્ફ ઓફ ધ ઈન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ’ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ તેમની માતા હીરાબેનને યાદ કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે તમે રામનાથ કોવિંદજી નું જીવન જુઓ, તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમનો જન્મ કાનપુર દેહાતમાં થયો હતો. કોવિંદ જી એ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે કેવી રીતે ઉનાળાની ઋતુમાં એક દિવસ તેમના ઘરમાં આગ લાગી હતી, તેમની માતા પોતાની ચિંતા છોડીને ઘરનો સામાન બચાવી રહી હતી.

હું હજુ પણ મારી માતાની ખોટ અનુભવું છું : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે એક સામાન્ય પરિવારમાં માતા માટે એક-એક વસ્તુઓ બાળકોના પાલન પોષણ માટે મહત્વની છે. આ જ પ્રયાસમાં આગમાં ફસાઈ જતાં તેમની માતાનું મૃત્યું થયું હતું. તમે કલ્પના કરી શકો છો કે આટલી નાની ઉંમરમાં આવી ઘટના, માતાને આવી રીતે ગુમાવી દેવા, કેટલું પીડાદાયક હશે. હું તો ભાગ્યશાળી રહ્યો છું કે મારી માતા 100 વર્ષથી વધુ સમય સુધી જીવિત રહ્યા, મને આશીર્વાદ આપતા રહ્યા, તેમ છતાં હું મારી માતાની ખોટ અનુભવું છું. 

સાથે પીએમ મોદીએ યુવાનોને આત્મકથા વાંચવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે આત્મકથા એવા લોકોના જીવન દ્વારા વિવિધ તબક્કાઓને સમજવાની તક આપે છે જેમણે તેમને જાતે જીવ્યા છે. તેમણે કહ્યું કે હું ખાસ કરીને યુવા પેઢીને કહેવા માંગુ છું કે આપણે રીલ્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર્સના યુગમાં જીવી રહ્યા છીએ. શોર્ટકટના આ યુગમાં રેલવે સ્ટેશનો પર લખેલી એક વાત યાદ રાખીએ કે શોર્ટકટ તમારું જીવન બરબાદ કરી શકે છે. 

પીએમ મોદીએ કહ્યું કે હું યુવાનોને વિનંતી કરીશ કે તેઓ તે લોકોની આત્મકથાઓ વાંચે, જેમને તે પસંદ કરે છે. આત્મકથાઓ કોઈ ચોક્કસ સમયગાળાની ઐતિહાસિક ઘટનાઓને એક અનોખા દ્રષ્ટિકોણથી દર્શાવે છે. તેમાં જણાવેલો સમય આપણને ઈતિહાસની ખૂબ નજીક લાવે છે. એટલા માટે હું આશા રાખું છું કે કોવિંદ જીની મહેનત આવનારી પેઢીઓ અને ખાસ કરીને યુવાનો માટે ઉપયોગી સાબિત થશે. 

પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની પ્રશંસા કરી

વડા પ્રધાન મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આપણા પૂર્વજોએ સદીઓ સુધી સંઘર્ષ કર્યો હતો. મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે. આવી ઘણી મહાન વિભૂતિઓએ ભારતના નવનિર્માણનું સપનું જોયું હતું. એક એવું ભારત જ્યાં ગરીબમાં ગરીબ, વંચિતથી વંચિત વ્યક્તિને શિખ પર પહોંચવાની તક મળે. કોવિંદ જી જેવા વ્યક્તિત્વએ પોતાના શ્રમ અને સામર્થ્યથી પોતાનું જીવન જ બદલ્યું નથી, પરંતુ સદીઓના તે સપનાને, સદીઓના તે વિઝનને સાકાર કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. 

રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદ પરથી નિવૃત્ત થયા બાદ પણ તેમણે કોઈ વિરામ લીધો નથી. તેઓ આજે પણ ‘વન નેશન, વન ઈલેક્શન’ જેવા મહત્વના વિષય પર કામ કરી રહ્યા છે. આ એક એવો વિષય છે જેનો ઉકેલ દેશમાં લોકશાહીનો નવો અધ્યાય શરૂ કરી શકે છે. મને વિશ્વાસ છે કે કોવિંદ જીની આ કર્તવ્ય નિષ્ઠા અને સેવાભાવથી દેશના લોકો ઘણું બધું શીખી શકે છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *