Gujarat Air pollution Management Board : ગુજરાતમાં વેપાર-ઉદ્યોગને વધુ વેગ આપવા અને ‘ઈઝ ઓ ફ ડૂઈંગ બિઝનેસ’ની દિશામાં રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા રાજ્યના તમામ નાના -મોટા ઉદ્યોગોને રાહત આપતાં ‘Consolidated Consent and Authorization’ (CCA) ના રિન્યુઅલની જૂની અને જટિલ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. તેના બદલે હવે નવી ‘CCA એક્સ્ટેન્શન ફી સિસ્ટમ’ અમલમાં મૂકવામાં આવી છે.
બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ નવો ઓર્ડર તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે અને અગાઉના રિન્યુઅલ સંબંધિત તમામ જૂના પરિપત્રો રદબાતલ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકાને ધ્યા નમાં રાખી ને આ સુધારો કરવામાં આવ્યો છે. આ નવા નિર્ણયથી રાજ્યના હજારો ઉદ્યોગકારોને દસ્તાવેજોના લાંબા કાગળ કામમાંથી મોટી મુક્તિ મળશે.
રાજ્યમાં ‘ઈઝ ઓ ફ ડૂઈંગ બિઝનેસ'(EoDB) એટલે કે ‘વેપાર-ધંધો કરવાની સરળતા’ને વધુ પ્રોત્સાહન આપવા માટે અને કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ આ ઓર્ડર જાહેર કરાયો છે.
મહેસાણાના માઢી ગામનો કમાલ, 70 કરોડ ધરૂનો ઉછેર કરી વાર્ષિક ₹100 કરોડથી વધુનો બિઝનેસ
ઉદ્યોગોને શું ફાયદો થશે?
જે ઉદ્યોગો પાસે પહેલેથી જ માન્ય (Legitimate) CCA છે, તેમણે હવે રિન્યુઅલ માટે નવી લાંબી અરજીઓ કરવી પડશે નહીં. ઉદ્યોગકારોએ માત્ર XGN Portal પર જઈને ઓનલાઈન નિયત ‘એક્સ્ટેન્શન ફી’ જમા કરાવવાની રહેશે. ફી ભર્યા બાદ GPCB દ્વારા એક ‘એક્સ્ટેન્શન ફી પેમેન્ટ એક્નોલેજમેન્ટ લેટર’ આપવામાં આવશે, જેમાં હવે પછીની ફી ક્યારે ભરવાની રહેશે તેની તારીખ પણ દર્શાવવામાં આવશે.
