bankipur bypoll : બિહારમાં બાંકીપુરથી ભાજપના ઉમેદવાર અભિષેક કુમાર સિન્હા ઉર્ફે બંટીએ આગામી પેટાચૂંટણી માટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય સરાવગીને એક પણ પત્ર લખ્યો છે, જેમાં તેમણે ચૂંટણી ના લડી શકવાની જાણકારી આપી છે. નામ પરત લેવાના સમાચાર આવતાની સાથે જ ભાજપે નીરજ કુમાર સિન્હાના નામની જાહેરાત કરી દીધી છે.
અભિષેક કુમારે પોતાના પત્રમાં કહ્યું છે કે તેઓ પારિવારિક કારણોસર ચૂંટણી લડશે નહીં. એક દિવસ પહેલા જ ગુરુવારે ભાજપના ઉમેદવાર અભિષેક કુમાર બંટીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાના નિર્ણય અંગે બિહાર ભાજપના નેતૃત્વ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.
ભાજપે નવા ઉમેદવારની જાહેરાત કરી
ભારતીય જનતા પાર્ટીએ નીરજ કુમાર સિન્હાને પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહે શુક્રવારે એક અખબારી યાદી દ્વારા જાહેરાત કરી હતી કે નીરજ કુમાર સિન્હા બિહારની 182-બાંકીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
અભિષેક કુમારે ગુરુવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. અભિષેક કુમાર સિન્હા (બંટી)ના નામાંકન દરમિયાન જેડીયુના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહા, એલજેવીના સાંસદ શાંભવી ચૌધરી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય સરાવગી અને વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ સહિત એનડીએના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति द्वारा बांकीपुर विधानसभा उपचुनाव 2026 हेतु श्री नीरज कुमार सिन्हा जी के नाम को स्वीकृति प्रदान की गई है।
एनडीए समर्थित भाजपा के प्रत्याशी बनाए जाने पर हार्दिक बधाई एवं प्रचंड विजय की अग्रिम शुभकामनाएँ।#BJP4Bihar#NDA4Biharpic.twitter.com/Kj0fodX15k
— BJP Bihar (@BJP4Bihar) July 10, 2026
પેટાચૂંટણી ક્યારે યોજાશે?
ભાજપના પાર્ટી અધ્યક્ષ નીતિન નબીનના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. પેટાચૂંટણી 30 જુલાઈએ યોજાશે અને પરિણામ 3 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.
તૃણમૂલ કોંગ્રેસના ત્રણ પૂર્વ સાંસદો ભાજપમાં જોડાયા, પાર્ટીમાં જોડાતા જ બીજેપીએ રાજ્યસભાની ટિકિટ આપી
જનસુરાજના પ્રમુખ પ્રશાંત કિશોર ઉર્ફે પીકે પણ આ બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર પ્રશાંત કિશોર 13 જુલાઈએ ઉમેદવારી નોંધાવી શકે છે.
