જીવનશૈલી | રેસીપી | ડુંગળી લસણ વગરનો થેચા પનીર પુલાવ સ્વાદથી ભરપૂર છે.જો તમને લાગે કે આ વાનગીને અદ્ભુત સ્વાદ માટે ડુંગળી અને લસણની જરૂર હોય, તો આ થેચા પનીર પુલાવ તમારા વિચારને સંપૂર્ણપણે બદલી નાખશે! તે મસાલેદાર, ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર પુલાવ છે, અહીં જાણો રેસીપી
ડુંગળી-લસણ વગર બનતો હોવા છતાં એમાં ભરપૂર શાકભાજી અને સોફ્ટ પનીરના કારણે આ પુલાવ સુપર ટેસ્ટી અને હેલ્ધી બને છે. તમે લંચ કે ડિનર માટે એકદમ ક્વિક અને ડિફરન્ટ સ્ટાઈલનો આ પુલાવ બનાવી શકો છો.
લસણ ડુંગળી વગર થેચા પનીર પુલાવ રેસીપી
થેચા માટે સામગ્રી
- 6-7 લીલા મરચાં
- 3 ચમચી મગફળી
- 6-7 કોથમીર
- થોડું તેલ
- સ્વાદ મુજબ
- 1/4 કપ પાણી પીસવા માટે
પુલાવ માટે સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 કપ છીણેલી કોબીજ
- 1/2 કપ છીણેલું ગાજર
- 1/2 કપ લાંબા સમારેલા કેપ્સિકમ
- 1/2 કપ લાંબા સમારેલા ટામેટાં
- 100 ગ્રામ શેલો ફ્રાઇડ પનીર
- 2 કપ બાસમતી ચોખા
- સ્વાદ મુજબ મીઠું
- 1 ​​લીંબુનો રસ
- કોથમીર
લસણ ડુંગળી વગર થેચા પનીર પુલાવ બનાવવાની રીત
સૌથી પહેલા એક નાના પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં લીલા મરચાં અને મગફળી ઉમેરીને 2-3 મિનિટ માટે ધીમા આંચ પર શેકી લો.
મરચાં અને મગફળી સહેજ ઠંડા થાય એટલે તેને મિક્સર જારમાં લો. તેમાં કોથમીર, સ્વાદ મુજબ મીઠું અને પાણી ઉમેરીને અધકચરી પેસ્ટ પીસી લો. આ તમારો ડુંગળી-લસણ વગરનો સ્પેશિયલ થેચા તૈયાર છે.
ઇન્સ્ટન્ટ મકાઈ હાંડવો રેસીપી, સ્વાદથી ભરપૂર નાસ્તો !
હવે વઘાર માટે એક મોટી કડાઈ કે પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી થેચા પેસ્ટ ઉમેરો અને સાંતળી લો જેથી મરચાંની કચ્ચાશ દૂર થઈ જાય.
ટામેટા મરચાની ચટણી, મહિનાઓ સુધી ફ્રેશ રહેશે, આ ટિપ્સથી બનાવો
હવે તેમાં છીણેલી કોબીજ, છીણેલું ગાજર અને લાંબા સમારેલા કેપ્સિકમ ઉમેરીને મધ્યમ આંચ પર કુક કરો. ત્યારબાદ તેમાં લાંબા સમારેલા ટામેટાં અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને સાંતળો.
હવે આ મિશ્રણમાં શેલો ફ્રાઇડ પનીરના ટુકડા અને રાંધેલા બાસમતી ચોખા ઉમેરો. છેલ્લે ઉપરથી લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને ગરમાગરમ મિક્સ કરો.
હવે થઇ જાય એટલે તૈયાર છે એકદમ સ્પાઈસી અને ફ્લેવરફુલ થેચા પનીર પુલાવ. તેને ઠંડા રાયતા કે પાપડ સાથે સર્વ કરો.
