Akshay Kumar Web Price: અક્ષય કુમાર માત્ર બોલીવુડના ખેલાડી જ નહીં પણ બિઝનેસમેન પણ છે. તાજેતરમાં અક્ષય કુમારે એક જ મહિનામાં 4 ફ્લેટ વેચીને 7 કરોડનો નફો મેળવ્યો છે. આ વાત હાલ ટોક ઓફ ડાઉન છે. માત્ર અક્ષય કુમાર જ ઘણા બોલીવુડ કલાકરો ફિલ્મ કે જાહેરાત પ્રમોશન સાથે વિવિધ બિઝનેસ અને મૂડીરોકાણ કરીને પણ જંગી કમાણી કરી રહ્યા છે. ચાલો જાણીયે અક્ષય કુમારે ક્યાં ક્યાં કેટલું રોકાણ કર્યું છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.
અક્ષય કુમાર 1 મહિનામાં 4 ફ્લેટ વેચીને ₹ 7 કરોડનો પ્રોફિટ મેળવ્યો
અક્ષય કુમાર આજકાલ પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ બંને માટે ચર્ચામાં છે. એક તરફ તેની નવી રિલીઝ થયેલી ફિલ્મોને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તો બીજી તરફ તેણે મુંબઈમાં વધુ એક મોટી પ્રોપર્ટી ડીલ કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, અભિનેતાએ મુલુંડમાં સ્થિત તેના બે લક્ઝરી એપાર્ટમેન્ટ્સ 12.38 કરોડ રૂપિયામાં વેચ્યા છે. આ 2 ફ્લેટના વેચાણથી અક્ષય કુમારને 3.3 કરોડ રૂપિયાનો નફો થયો છે. સીઆરઇ મેટ્રિક્સ પાસે ઉપલબ્ધ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન પેપર્સ અનુસાર, અક્ષય કુમારે વર્ષ 2017 માં આ બંને ફ્લેટ્સ ખરીદ્યા હતા. બોલિવૂડના ઘણા સેલેબ્સ ફિલ્મો ઉપરાંત રિયલ એસ્ટેટ એટલે કે સંપત્તિમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. તેઓ કરોડોના ફ્લેટ ખરીદીને અને વેચીને કરોડો રૂપિયાનો નફો મેળવે છે.
અગાઉ જુન મહિનાની શરૂઆતમાં જ અક્ષય કુમારે બોલીવલી ઇસ્ટમાં આવેલા ઓબેરોય સ્કાય સિટી પ્રોજેક્ટમાં પોતાના બે ફ્લેટ કુલ 7.1 કરોડ રૂપિયામાં વેચ્યા હતા. આ બંને ફ્લેટ નવેમ્બર 2017માં અનુક્રમે 3 કરોડ અને 67.55 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. જૂન મહિનામાં 4 ફ્લેટ વેચવાથી અક્ષય કુમારને 7 કરોડનો નફો થયો છે.
વેલકમ ટુ ધી જંગલ 7 દિવસમાં કેટલી કમાણ કરી?
અક્ષય કુમારની વેલકમ ટુ ધી જંગલ મૂવી 26 જૂને થિયેટરમાં રિલિઝ થઇ હતી અને એકંદરે દર્શકોને પસંદ આવી છે. 30 સ્ટાર્સના દમદાર એક્ટિંગથી તૈયાર થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 7 દિવસમાં 92.90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ બીજી બાજુ કોકટેલ 2 મૂવીએ 89.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ પણ વાંચો | આલિયાની ‘આલ્ફા’ થી લઇ યશની ટોક્સિક સુધી આ ફિલ્મો 2026 માં ગેમ ચેન્જર બની શકે
અક્ષય કુમાર પાસે કેટલી સંપત્તિ
અક્ષય કુમારની ગણતરી બોલીવુડના ધનિક કલાકારોમાં થાય છે. અક્ષય કુમારની કુલ સંપત્તિ આશરે ₹ 2700 કરોડ હોવાનો અંદાજ છે. તે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે. તે પ્રતિ ફિલ્મ ₹60 કરોડથી ₹145 કરોડ ચાર્જ કરે છે. આ સાથે જ વિવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, પ્રોડક્શન વેન્ચર્સ અને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ માંથી પણ જંગી કમાણી કરે છે.
