દુનિયાનું સૌથી અનોખું ઝાડ જેને કાપતા જ નીકળે છે લોહી, જાણો રસપ્રદ તથ્યો

દુનિયાનું સૌથી અનોખું ઝાડ જેને કાપતા જ નીકળે છે લોહી, જાણો રસપ્રદ તથ્યો

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


દુનિયામાં એક એવું અનોખું અને રહસ્યમય ઝાડ છે જેને કાપવાથી માણસોની જેમ તેમાંથી લાલ રંગનું લોહી નીકળવા લાગે છે. આ અદભુત ઝાડને ‘બ્લડવુડ ટ્રી’ તરીકે ઓળખવામાં આવે છે. આ આર્ટિકલમાં આપણે આ વિચિત્ર ઝાડ ક્યાં જોવા મળે છે, તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે અને તેનાથી થતા આશ્ચર્યજનક ફાયદાઓ વિશે વિગતવાર જાણીશું.

બ્લડવુડ ટ્રી

કુદરતે આ પૃથ્વી પર અદભુત વનસ્પતિઓ અને જીવોનું સર્જન કર્યું છે, જેમાંથી ઘણી વસ્તુઓ વિજ્ઞાનને પણ આશ્ચર્યમાં મૂકી દે છે. આવું જ એક કુદરતનું આશ્ચર્ય એટલે આફ્રિકાના જંગલોમાં જોવા મળતું ‘બ્લડવુડ ટ્રી’. સામાન્ય રીતે કોઈપણ ઝાડને કાપવામાં આવે ત્યારે તેમાંથી સફેદ કે આછા રંગનું પ્રવાહી અથવા ગુંદર નીકળે છે, પરંતુ આ ઝાડને કાપતા જ તેમાંથી ઘાટા લાલ રંગનું લોહી વહેવા લાગે છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિ એકવાર માટે ડરી જાય.

સેરોકારપસ એંગોલેનસિસ

વૃક્ષો મનુષ્યોને જીવતા રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમે તમારા જીવનમાં અલગ-અલગ પ્રકારના ઘણા વૃક્ષો વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ વૃક્ષને કાપવા કે પછી તુટવા પર તેમાંથી લોહી નીકળે છે? ખરેખરમાં ‘બ્લડ વુડ’ નામનું એક વૃક્ષ છે જેને કાપવાથી તેમાંથી લાલ રંગનું લિક્વિડ નીકળે છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ ‘સેરોકારપસ એંગોલેનસિસ’ છે.

તમને જણાવી દઈએ કે તેમાંથી લાલ રંગનું નીકળતું લિક્વિડ લોહી નથી હોતું. પરંતુ તે ‘ટૈનિસ’ લિક્વિડ હોય છે જે દરેક વૃક્ષમાં જોવા મળે છે. બ્લડવુડ ટ્રી માં ટૈનિસ લિક્વિડની માત્રા 77 ટકા હોય છે જેના કારણે તેમાંથી નીકળતું લિક્વિડ લોહી જેવું દેખાય છે. અન્ય વૃક્ષોમાં આ લિક્વિડની માત્રા 12 થી 20 ટકા હોય છે.  બ્લડ ટ્રી નો ઉપયોગ જરૂરી દવાઓને બનાવવા માટે કરવામાં આવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *