CBSE OSM row : સીબીએસઈની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ (OSM)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકારે બોર્ડના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી કરી દીધી છે. જે પછી લોખંડે પ્રશાંત સીતારામની સીબીએસઈના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે આ મામલાને ઢાંકવાનો પ્રયાસ છે. જ્યારે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે પણ આ બદલી પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે.
રાહુલ ગાંધીએ CBSE ના ચેરમેન અને સેક્રેટરીની બદલી પર મંગળવારે કહ્યું હતું કે આ મામલાને ઢાંકવાનો પ્રયાસ છે કારણ કે અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે એવી પણ માંગ કરી હતી કે શિક્ષણ મંત્રીને બરતરફ કરવામાં આવે અને સ્વતંત્ર ન્યાયિક તપાસ થવી જોઈએ.
મંત્રીને બચાવી લેવામાં આવ્યા: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે સીબીએસઈ ચેરમેનની બદલી, સીબીએસઈ સચિવની બદલી, એક સદસ્યીય તપાસ સમિતિની રચના અને અસલી જવાબદાર ધર્મેન્દ્ર પ્રધાન સલામત છે. અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા હતા અને મંત્રીને બચાવી લેવામાં આવ્યા. આ જવાબદારી નથી, પરંતુ આ મામલાને ઢાંકવાનો પ્રયાસ છે.
CBSE अध्यक्ष – ट्रांसफ़र।
CBSE सचिव – ट्रांसफ़र।
एक-सदस्यीय “जाँच” समिति – गठित।
और असल ज़िम्मेदार, धर्मेंद्र प्रधान – सुरक्षित।अधिकारियों को हटा दिया। मंत्री को बचा लिया।
यह जवाबदेही नहीं – यह cover-up है।
हमारी माँग आज भी वही है: शिक्षा मंत्री को बर्ख़ास्त किया जाए और… https://t.co/LUrM8top5y
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2026
તેમણે કહ્યું કે અમારી માંગણી હજુ પણ એ જ છે કે શિક્ષણમંત્રીને બરતરફ કરવામાં આવે અને સ્વતંત્ર ન્યાયિક તપાસ થવી જોઈએ. આ માંગણીઓ મોદી સરકારની એક મહિના જૂની આંતરિક ફાઇલ નથી જેને એમ જ ભુલાવી દેવામાં આવે. જો વડા પ્રધાનને લગભગ 18.5 લાખ સીબીએસઈ વિદ્યાર્થીઓની ચિંતા હોત તો ધર્મેન્દ્ર પ્રધાનને ઘણા સમય પહેલા હટાવી દેવામાં આવ્યા હોત.
મોદી સરકારે ઘા પર મીઠું લગાવ્યું : કેજરીવાલ
બીજી તરફ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે ટ્વિટ કરીને કહ્યું કે સીબીએસઈના ચેરમેન અને સેક્રેટરીની બદલી કરીને મોદી સરકારે લાખો બાળકો અને તેમના માતા-પિતાના ઘા પર મીઠું લગાવવાનું કામ કર્યું છે. મોદીજીએ પડકાર ફેંક્યો છે કે શિક્ષણમંત્રી નહીં બદલાય, તમારે જે કરવાનું તે કરો.
CBSE ચેરમેન અને સેક્રેટરી બદલાયા, માર્કિંગ સિસ્ટમની સમીક્ષા માટે કમિટીની રચના, જાણો વિદ્યાર્થીઓ પર શું થશે અસર
બોર્ડના ચેરમેન અને સેક્રેટરીના બદલીની સાથે જ સરકારે ઓએસએમ સર્વિસની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. આ એક સભ્યની સમિતિ સમગ્ર મામલાની તપાસ કરીને સરકારને રિપોર્ટ સોંપશે. કમેટીને કેપેસિટી બિલ્ડિંગ કમિશનના ચેરપર્સન એસ રાધા ચૌહાણ હેડ કરશે. રાહુલ સિંહને કૃષિ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
