શ્રેયસ ઐય્યર 146 મેચ બાદ IPL કરિયરની પ્રથમ સદી ફટકારી; સેહવાગ, કોહલી અને સંજુ સેમસનની યાદીમાં સામેલ

શ્રેયસ ઐય્યર 146 મેચ બાદ IPL કરિયરની પ્રથમ સદી ફટકારી; સેહવાગ, કોહલી અને સંજુ સેમસનની યાદીમાં સામેલ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Shreyas Iyer Centuries IPL 2026: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની IPL 2026ની 68મી મેચમાં કેપ્ટન્સી ઇનિંગ્સમાં અણનમ 101 રન બનાવ્યા હતા અને તેની ટીમને 7 વિકેટથી જીત અપાવી હતી. શ્રેયસ ઐયરે જીત માટે આ સદી ફટકારી હતી અને તે પંજાબ કિંગ્સ તરફથી આઇપીએલમાં ચેઝ કરતી વખતે સદી ફટકારનારો પ્રથમ કેપ્ટન પણ બન્યો હતો. આટલું જ નહીં, આ સદી ચેઝ કરીને શ્રેયસે પણ વિરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી અને સંજુ સેમસન જેવા દિગ્ગજ ખેલાડીઓની આ ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું હતુ.

146 મેચ રાહ જોયા બાદ શ્રેયસની સદી 

શ્રેયસ ઐયરે લખનઉ સામે 51 બોલમાં સદી પુરી કરી હતી અને આ દરમિયાન તેણે 5 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા અને 101 રનમાં અણનમ રહ્યા હતા. શ્રેયસ ઐય્યરે આઇપીએલમાં 146 મેચની લાંબી રાહ જોયા બાદ એટલે કે તેની 147મી આઇપીએલ મેચમાં આ સદી ફટકારી હતી. આ સાથે તે આ લીગમાં પંજાબ તરફથી કેપ્ટન તરીકે સદી ફટકારનારો ત્રીજો ખેલાડી બન્યો હતો. અગાઉ કેએલ રાહુલે કેપ્ટન તરીકે પંજાબ તરફથી સદી ફટકારી હતી, જ્યારે એડમ ગિલક્રિસ્ટ (106* રન) 2011માં આરસીબી સામે રમ્યો હતો.

શ્રેયસ સેહવાગ, કોહલી, સંજુની ખાસ યાદીમાં સામેલ

શ્રેયસ ઐયર આઇપીએલમાં ચેઝ કરીને સદી ફટકારનારો ચોથો કેપ્ટન બન્યો છે. આ પહેલા વીરેન્દ્ર સહેવાગે 2011માં ડેક્કન ચાર્જર્સ સામે આ લીગમાં ચેઝ કરી સદી ફટકારી હતી. તો વિરાટ કોહલીએ વર્ષ 2016માં રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે સંજુ સેમસને વર્ષ 2021 માં પંજાબ કિંગ્સ સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

IPL માં ચેઝ કરી સદી ફટકારનાર કેપ્ટન

  • 119 રન  : વીરેન્દ્ર સહેવાગ વિ ડેક્કન ચાર્જર્સ, 2011
  • 108* રન : વિરાટ કોહલી વિ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ, 2016
  • 119 રન : સંજુ સેમસન વિ પંજાબ કિંગ્સ, 2021
  • 101 રન : શ્રેયસ ઐયર વિ લખનઉ સુપર જાયન્ટ્સ, 2026

હાર્દિક પંડ્યાને દંડ, KKR સામે હાર બાદ મુંબઇ ઈન્ડિયન્સના કેપ્ટનને આ હરકત કરવી ભારે પડી

હાર્દિક પંડ્યા માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં બુધવારે (20 મે) કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો હતો. રનઅપમાં જતી વખતે હાર્દિક પંડ્યાએ ગુસ્સામાં સ્ટેમ્પ પરથી બેલ્સ નીચે પાડી દીધા હતા. આ કારણે તેની મેચ ફીની 10 ટકા રકમ કાપવામાં આવી છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *